IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ અત્યંત રોમાંચક સાબિત થઈ. મેચ છેલ્લા બોલ સુધી ચાલી હતી અને ભુવનેશ્વર કુમારે RCBને શાનદાર વિજય અપાવ્યો હતો. આ મેચમાં કેટલીક આશ્ચર્યજનક ક્ષણો હતી.
RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર એમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા, જેના પરિણામે ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે RCB ના અન્ય સભ્ય માટે મુશ્કેલી ઊભી થતી હોય તેવું લાગે છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટિમ ડેવિડ આક્રમક હાવભાવ કરી રહ્યો છે.
ટિમ ડેવિડે મેદાન પર અભદ્ર ઈશારો કર્યો
RCB અને MI વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને અંતિમ ઓવરો દરમિયાન બંને ટીમોના ડગઆઉટ્સમાં તણાવ વધી ગયો હતો. મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટિમ ડેવિડ સેલિબ્રેશન કરતી વખતે બંને હાથની મિડલ ફિન્ગર બતાવી રહ્યો છે.
ટિમ ડેવિડના ફેસ પર ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ ટિમ ડેવિડના અશ્લીલ હાવભાવની આકરી ટીકા કરી રહ્યા છે. પરંતુ મેચ દરમિયાન ટિમ ડેવિડે આ હાવભાવ ક્યારે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી.
ટિમ ડેવિડ પર પ્રતિબંધ લાગવાનો ભય!
IPL મેચ દરમિયાન મિડલ ફિન્ગર બતાવવાથી ખેલાડી પર કેટલીક મેચો માટે પ્રતિબંધ લાગી શકે છે. IPL આચારસંહિતાના કલમ 2.6 કોઈપણ અશ્લીલ, અભદ્ર અથવા અપમાનજનક હાવભાવનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકે છે.
જો કોઈ ખેલાડી અજાણતાં અથવા તાત્કાલિક આવી હાવભાવ કરે છે, તો તેને લેવલ 1 ગુનો ગણવામાં આવે છે, અને ખેલાડીને તેની મેચ ફીના 50% દંડ કરવામાં આવે છે અને ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવે છે.
આ ડિમેરિટ પોઈન્ટ 3 વર્ષ સુધી રહે છે, અને જો કોઈ ખેલાડી આ સમય દરમિયાન 4-5 ડિમેરિટ પોઈન્ટ એકઠા કરે છે, તો તેને એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે. જો આ ઈશારો એમ્પાયર, મેચ રેફરી અથવા ફેન્સ તરફ કરવામાં આવે છે, તો તેને લેવલ 2 અથવા લેવલ 3 નો ગુનો ગણવામાં આવે છે, જેના પરિણામે ખેલાડીને મેચમાંથી પ્રતિબંધિત કરી શકાય છે.
ટિમ ડેવિડના ઈશારા બાદ મેચ રેફરી અને અધિકારીઓ નિઃશંકપણે આ બાબતની તપાસ કરશે, અને જો ટિમ ડેવિડ દોષિત ઠરે છે, તો તેને દંડ અથવા એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?