વિરાટ કોહલીએ IPLમાં વધુ એક સદી ફટકારી છે. KKR સામે વિરાટ કોહલીએ ધમાકેદાર 105 રન બનાવ્યા અને અણનમ રહ્યો. આ સદી સાથે વિરાટ કોહલીએ અસંખ્ય રેકોર્ડ બનાવ્યા છે. આ એવા છે કે તમે તેમને એક પછી એક ગણતા રહી શકો છો.
પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાના મામલે કોહલીએ રોહિતની કરી બરાબરી
KKR સામે વિરાટ કોહલીના 60 બોલમાં અણનમ 106 રનની ઈનિંગે RCBનો વિજય સુનિશ્ચિત કર્યો, જેનાથી તેઓ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પાછા આવી ગયા. આ સદી બાદ વિરાટ કોહલીને ફરી એકવાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
IPLમાં ભારતીય બેટ્સમેનોમાં રોહિત શર્મા સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ્સનો રેકોર્ડ ધરાવે છે, પરંતુ વિરાટ કોહલીએ હવે તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંને ખેલાડીઓએ 21 વખત આ સિદ્ધિ મેળવી છે.
વિરાટ કોહલીએ જોસ બટલરના રેકોર્ડની બરાબરી કરી
આ સદી સાથે વિરાટ કોહલીએ IPLમાં જોસ બટલરના રેકોર્ડની બરાબરી કરી. અત્યાર સુધી ફક્ત તેને બે અલગ અલગ ટીમો સામે 2 સદી ફટકારી હતી, પરંતુ હવે વિરાટ કોહલી આ લિસ્ટમાં જોડાઈ ગયો છે. જોસ બટલરે KKR અને RCB સામે 2-2 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ હવે ગુજરાત લાયન્સ અને KKR સામે 2 સદી ફટકારી છે. IPLમાં અન્ય કોઈ બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યો નથી.
વિરાટ કોહલીએ IPL રન ચેઝમાં પણ 3 સદી ફટકારી
વિરાટ કોહલીએ બીજા એક પાસામાં જોસ બટલરની બરાબરી કરી છે. અત્યાર સુધી જોસ બટલર IPL રન ચેઝમાં ત્રણ સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન હતો. હવે વિરાટ કોહલીએ પણ 3 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ બેન સ્ટોક્સને પાછળ છોડી દીધો છે, જેને ચેઝ કરતી વખતે 2 સદી ફટકારી છે. RCB વિરુદ્ધ KKR મેચમાં અત્યાર સુધી ફક્ત 3 સદી ફટકારી છે. આમાંથી એક ક્રિસ ગેઈલે અને 2 વિરાટ કોહલીએ ફટકારી છે. આનો અર્થ એ થયો કે KKR સામે એકથી વધુ સદી ફટકારીને વિરાટ કોહલીએ ક્રિસ ગેઈલને પાછળ છોડી દીધો છે.
વિરાટ કોહલી ડેવિડ વોર્નરની બરાબરી કરવામાં પણ સફળ રહ્યો
વિરાટ કોહલીએ હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ડેવિડ વોર્નરની બરાબરી કરી લીધી છે અને લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ક્રિસ ગેઈલે અત્યાર સુધી T20માં સૌથી વધુ સદી ફટકારી છે, તેની પાસે કુલ 22 સદી છે. પાકિસ્તાનનો બાબર આઝમ 13 સદી સાથે બીજા નંબરે છે. વિરાટ કોહલી અને ડેવિડ વોર્નર હવે T20માં 10 સદી પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે.
IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી પહેલા સ્થાને છે, પરંતુ હવે તેને બીજા ક્રમાંકિત બેટ્સમેન પર પોતાની લીડ વધારી દીધી છે. વિરાટ કોહલીએ IPL માં 9 સદી ફટકારી છે. જોસ બટલર બીજા નંબરે છે, જેને 7 સદી ફટકારી છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?