સતત બે મેચમાં શૂન્ય રન પર આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થયેલા વિરાટ કોહલીએ આખરે પોતાના બેટથી એવો જવાબ આપ્યો, જેનાથી ફરી એકવાર સાબિત થયું કે રેકોર્ડ તેમની પાછળ પાછળ ચાલે છે.
IPL 2026 ની 57મી મેચમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઓપનર વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. પરંતુ તેને 32 બોલમાં અડધી સદી ફટકારી. KKR સામેની છેલ્લી 5 મેચમાં આ તેની બેટથી ચોથી અડધી સદી છે.
વિરાટ કોહલીએ સિઝનની તેની ફટકારી ચોથી અડધી સદી
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ સિઝનની ચોથી અડધી સદી ફટકારી હતી. ખાસ વાત એ હતી કે સતત 2 ગોલ્ડન ડક પછી, જ્યારે તેને આ મેચમાં પોતાનો પહેલો રન બનાવ્યો, ત્યારે તેને અલગ જ અંદાજમાં સેલિબ્રેશન કર્યું અને ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો.
વિરાટ છેલ્લી બે મેચમાં સતત શૂન્ય પર આઉટ થયો હતો, ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ KKR સામે તેને શાનદાર વાપસી કરી અને તેના નામે બીજો મોટો રેકોર્ડ બનાવ્યો. હવે વિરાટ કોહલી IPL ઈતિહાસમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સૌથી વધુ 50+ સ્કોર ધરાવતો બેટ્સમેન બની ગયો છે. તેને રોહિત શર્માનો રેકોર્ડ તોડીને આ મોટી સિદ્ધિ મેળવી.
IPLમાં KKR સામે સૌથી વધુ 50+ સ્કોર કરનારા બેટ્સમેન
9 - વિરાટ કોહલી
8 - રોહિત શર્મા
8 - ડેવિડ વોર્નર
8 - સુરેશ રૈના
7 - શિખર ધવન
RCBને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ મળ્યો
મેચની શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા. યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ ટીમ માટે 71 રનની શાનદાર ઈનિંગ રમી. તેને 46 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. રિંકુ સિંહે અણનમ 49 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી.
અંગક્રિશ રઘુવંશીએ કેમેરોન ગ્રીન સાથે 68 રન અને રિંકુ સિંહ સાથે અણનમ 76 રનની પાર્ટનરશીપ કરી. રિંકુએ છેલ્લી ઓવરમાં ઝડપથી રન બનાવ્યા અને KKRનો સ્કોર 190ને પાર પહોંચાડ્યો. RCB તરફથી ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને રસિક સલામે 1-1 વિકેટ લીધી.
RCB ની શાનદાર બેટિંગ
193 રનનો પીછો કરવા ઉતરેલી ટીમે ચોથી ઓવરના બીજા બોલ પર કાર્તિક ત્યાગીના આઉટ થવાથી પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી, જ્યારે કાર્તિક ત્યાગીએ જેકબ બેથેલને 15 રન પર કેચ એન્ડ બોલ્ડ કર્યો. ત્યારબાદ કેકેઆરના બોલરોને વિકેટ શોધવામાં મુશ્કેલી પડી, આખરે 16મી ઓવરના છેલ્લા બોલ પર રજત પાટીદાર 11 રન બનાવીને આઉટ થયો, જ્યારે ટિમ ડેવિડનો દાવ 18મી ઓવરમાં માત્ર 2 રનમાં જ સમાપ્ત થઈ ગયો.
વિરાટ કોહલીની શાનદાર સદી
જ્યારે આરસીબીની વિકેટો પડી રહી હતી, ત્યારે વિરાટ કોહલી ઝડપી ગતિએ રન બનાવી રહ્યો હતો. તેને માત્ર 58 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી અને પોતાની ટીમને વિજયના ઉંબરે પહોંચાડી.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?