સતત બે હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વાપસીનો પ્રયાસ કરી રહી છે. ફ્રેન્ચાઈઝીએ હવે તેનું હોમ ગ્રાઉન્ડ બેંગલુરુથી રાયપુર ખસેડ્યું છે. RCB રાયપુરના મેદાન પર વાપસી કરવાનો પ્રયાસ કરશે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા વિરાટ કોહલીના ફેન્સ RCB જર્સી ન પહેરવા વિનંતી કરી રહ્યા છે. દરેક વ્યક્તિ આ પાછળનું કારણ જાણવા માગે છે.


વિરાટ કોહલીના ફેન્સે કરી અપીલ

વિરાટ કોહલીના ફેન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચ માટે ખાસ અપીલ કરી છે. તેઓ કોહલીની ટેસ્ટ કરિયરને ટ્રિબ્યૂટ આપવા માટે રાયપુર સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ જર્સી પહેરવા માગે છે.

આ દિવસે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી હતી નિવૃત્તિ

કિંગ કોહલીએ 12 મે, 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આજ સુધી વિરાટ કોહલીના ફેન્સ આ દિવસને ખૂબ જ નિરાશાથી જુએ છે. વિરાટ કોહલીના ચાહકો તેને 10,000 ટેસ્ટ રન બનાવે તે જોવા માટે ઉત્સુક હતા.

13 મેના રોજ ફેન્સ પણ ટ્રિબ્યૂટ આપશે

RCB અને KKR વચ્ચેની મેચ 13 મેના રોજ રાયપુરમાં રમાશે. વિરાટ કોહલીના ફેન્સ પણ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ જર્સી પહેરીને મેચ જોવા માટે આવી શકે છે. વિરાટ કોહલી પણ ટેસ્ટ ફોર્મેટનો મોટો ફેન હતો.

ગયા વર્ષે પણ ટ્રિબ્યૂટ આપવામાં આવી હતી

વિરાટ કોહલીએ IPL 2025 દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે પછી વિરાટ કોહલીના ફેન્સ 12 મે પછી રમાયેલી મેચોમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને જોવા મળ્યા હતા. હવે તેઓ ફરીથી એ જ કરવા માગે છે.

શાનદાર ફોર્મમાં છે વિરાટ કોહલી

આ સિઝનમાં વિરાટ કોહલી બેટથી રન બનાવી રહ્યો છે. પરંતુ પાછલી મેચમાં તે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. હવે તે મુંબઈ ઈન્ડિયન્સ સામે એક નોંધપાત્ર ઈનિંગ રમી શકે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: