ધર્મશાલામાં રમાઈ રહેલી IPL 2026ની મહત્વપૂર્ણ મેચ દરમિયાન પંજાબ કિંગ્સના ખેલાડીઓના હાથ પર બાંધેલી કાળા હાથની પટ્ટીએ બધાનું ધ્યાન ખેંચ્યું. ફેન્સે સવાલ ઉઠાવવા લાગ્યા કે પંજાબ કિંગ્સના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં કેમ આવ્યા. હવે આ પાછળનું કારણ સામે આવ્યું છે, જે ખૂબ જ ઈમોશનલ છે.


પંજાબ કિંગ્સના ખેલાડીઓ ટીમના ફિઝિયો એન્ડ્રુ લીપસની માતાના મૃત્યુના શોકમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ એન્ડ્રુ લીપસની માતાનું 10 મેના રોજ અવસાન થયું હતું, ત્યારબાદ આખી ટીમે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પગલું ભર્યું હતું.

ધર્મશાલામાં સિઝનની પહેલી મેચ

ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ માટે પંજાબ કિંગ્સના ખેલાડીઓ ઈમોશનલ વાતાવરણ વચ્ચે મેદાનમાં ઉતર્યા હતા. ટીમ સતત 3 હારમાંથી પરત ફરવા માગે છે અને સિઝનની પહેલી મેચ તેના બીજા હોમ ગ્રાઉન્ડ ધર્મશાલા ખાતે રમી રહી છે.

દિલ્હીએ બોલિંગ કરવાનું પસંદ કર્યું

મેચ વિશે વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દિલ્હીએ તેમના પ્લેઈંગ ઈલેવનમાં પાંચ ફેરફાર કર્યા, જેમાં કુલદીપ યાદવને બહાર રાખવામાં આવ્યો. તેના સિવાય પથુમ નિસન્કા, નીતિશ રાણા, સમીર રિઝવી, આશુતોષ શર્મા અને વિપરાજ નિગમને પણ બહાર રાખવામાં આવ્યા.

પંજાબ કિંગ્સે ફક્ત એક જ ફેરફાર કર્યો. ઈજાગ્રસ્ત લોકી ફર્ગ્યુસનના સ્થાને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બેન દ્વારશુઈસને IPL ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી. કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ દરમિયાન જાહેરાત કરી કે લોકી ફર્ગ્યુસનને નાની ઈજા થઈ છે, જેના કારણે આ ફેરફાર કરવો પડ્યો.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, માર્કો યાન્સેન, બેન દ્વારશુઈસ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

ઈમ્પેક્ટ પ્લેયર્સ

હરપ્રીત બ્રાર, યશ ઠાકુર, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

અભિષેક પોરેલ, સાહિલ પારખ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), માધવ તિવારી, મુકેશ કુમાર, આકિબ નબી ડાર, મિચેલ સ્ટાર્ક, લુંગી એનગીડી

ઈમ્પેક્ટ પ્લેયર્સ

પથુમ નિસાંકા, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, ત્રિપુરાણા વિજય

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: