ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર કેન રિચર્ડસને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેના આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અને તેમના ફેન્સેને આઘાત લાગ્યો છે. કેન રિચર્ડસન 2021માં T20 વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો.


આગામી ICC T20 વર્લ્ડકપ માટે તેમને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતા. રાઈટ હેન્ડના ફાસ્ટ બોલર કેન રિચર્ડસન લાંબા સમયથી ઓસ્ટ્રેલિયન ટીમની બહાર હતો. 34 વર્ષના ખેલાડીએ 2023માં ભારત સામે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તે બિગ બેશ લીગની 15મી સીઝનમાં સિડની સિક્સર્સ ટીમનો ભાગ હતો, પરંતુ ત્યાં પણ તેને ફક્ત 2 મેચ રમવાની તક મળી.

કેન રિચર્ડસનએ 2009માં કરિયરની કરી હતી શરૂઆત

કેન રિચર્ડસનનું પ્રોફેશનલ કરિયર 2009માં શરૂ થયું હતું. આ દરમિયાન તે 10 વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવ રહ્યો. તેને 2013માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. તેને છેલ્લે 2023માં ગુવાહાટીમાં ભારત સામે T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેનું T20 ઈન્ટરનેશનલ કરિયર 2014 માં પાકિસ્તાન સામે શરૂ થયું હતું. કેન રિચર્ડસન કુલ 61 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો, જેમાં 84 વિકેટ લીધી હતી.

કેન રિચર્ડસને 25 વનડે અને 36 T20I મેચ રમી

રિચર્ડસન પોતાના કરિયરમાં 25 ODI મેચ રમી શક્યો. આ દરમિયાન તેને 39 વિકેટ લીધી. ODI માં તેનું બેસ્ટ પ્રદર્શન 68 રન આપીને 5 વિકેટ લેવાનું છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો, તે ત્યાં 36 મેચ રમવામાં સફળ રહ્યો. આ દરમિયાન કેન રિચર્ડસને 45 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેનું બેસ્ટ પ્રદર્શન 30 રન આપીને 4 વિકેટ લેવાનું રહ્યું છે. કેન રિચર્ડસનના એકંદર કરિયરની વાત કરીએ તો, 17 વર્ષમાં તેને સૌથી વધુ 201 T20 મેચ રમી, જેમાં તેને 241 વિકેટ લીધી.

IPLમાં 3 ટીમો માટે પણ રમી 15 મેચ

કેન રિચર્ડસન પોતાના કરિયર દરમિયાન વિશ્વભરની લીગમાં રમ્યો હતો. તે IPLમાં 3 ટીમોનો ભાગ હતો, જેમાં રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પુણે વોરિયર્સનો સમાવેશ થાય છે. પરંતુ તેને IPLમાં ફક્ત 15 મેચ રમવાની તક મળી. તેને IPLમાં 19 વિકેટ લીધી હતી. તેને 26 ડિસેમ્બર, 2025ના રોજ બિગ બેશમાં પોતાની છેલ્લી T20 મેચ રમી હતી. કેન રિચર્ડસન બિગ બેશમાં પણ 3 ટીમોનું પ્રતિનિધિત્વ કરતા હતા, તેને 118 મેચમાં કુલ 142 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: Yashasvi Jaiswalને ટીમમાંથી કરવામાં આવ્યો બહાર! આ લેવામાં આવ્યો મોટો નિર્ણય



  • Follow us on: