ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્માને મોંઘી કારનો ખૂબ શોખ છે. હિટમેન પાસે બ્લુ કલરની લેમ્બોર્ગિની કાર હતી, જેનો નંબર 0264 હતો. તે ઘણી વખત તેને ચલાવતો જોવા મળ્યો હતો. રોહિતે તે કાર એક ફેન્ટસી એપ વિનરને આપી હતી.


ત્યારબાદ હવે રોહિત શર્માએ બીજી લેમ્બોર્ગિની કાર ખરીદી છે. આ કારની કિંમતે બધા ફેન્સને હેરાન કરી દીધા છે. હિટમેન તેની કારનું ખૂબ જ ધ્યાન રાખે છે.

જાણો શું છે રોહિત શર્માના કારની કિંમત

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં Lamborghini Urus Se જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ દાવો કરી રહ્યા છે કે રોહિત શર્માએ આ નવી કાર ખરીદી છે. આ ઓરેન્જ કલરની લેમ્બોર્ગિનીની કિંમત 4.57 કરોડ રૂપિયા છે. તેનું એન્જિન 620hp પાવરનું છે, જે 800NM નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઈલેક્ટ્રિક મોડમાં પણ 60kmph ની ઝડપે ચલાવી શકાય છે.

રોહિત શર્માની લેમ્બોર્ગિનીની કારનો નંબર 3015 કેમ છે?

આ કારનો નંબર 3015 છે, જેનો રોહિત સાથે પણ ખાસ સંબંધ છે. રોહિતની પુત્રી સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર 2018 ના રોજ થયો હતો. જ્યારે તેમના પુત્રનો જન્મ 15 નવેમ્બર 2024 ના રોજ થયો હતો. તેમને બંને બાળકોની જન્મ તારીખને તેમની કારનો નંબર બનાવ્યો છે. જો આપણે 30 અને 15 એડ કરીએ તો તે 45 થાય છે, જે હિટમેનનો જર્સી નંબર છે.

રોહિત શર્માને રમતો જોવા માટે ફેન્સ જોઈ રહ્યા છે રાહ

વનડે કેપ્ટન રોહિત શર્મા હવે ફક્ત વનડે ફોર્મેટમાં જ રમતો જોવા મળશે. હિટમેન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી બ્લુ જર્સીમાં રમ્યો નથી. જેના કારણે ફેન્સ હવે તેની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્મા હવે 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ફરીથી બ્લુ જર્સીમાં જોવા મળશે.

હિટમેનનું કાર કલેક્શન

મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ - 1.50 કરોડ રૂપિયા

રેન્જ રોવર HSE LWB - 2.80 કરોડ રૂપિયા

મર્સિડીઝ GLS 400 D – 1.29 કરોડ રૂપિયા

BMW M5 – 1.99 કરોડ રૂપિયા


  • Follow us on: