રણજી ટ્રોફી મેચ ફરી શરૂ થઈ ગઈ છે. ભારતીય ખેલાડીઓ પોતાની તાકાતનો પરિચય આપી રહ્યા છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ પહેલા દિવસે આઉટ થઈ ગયો હતો, ત્યારે ટીમમાંથી બહાર રહેલા સરફરાઝ ખાને બીજી સદી ફટકારી. તેને શાનદાર સ્ટાઈલમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી હતી. તેની ટીમ મુંબઈ પણ શરૂઆતના દિવસે મજબૂત જોવા મળી રહી હતી.


સરફરાઝ ખાને હૈદરાબાદ સામે સદી ફટકારી

ગુરુવારે બધાનું ધ્યાન રણજી ટ્રોફીમાં શુભમન ગિલના પ્રદર્શન પર કેન્દ્રિત હતું. પંજાબ વિરુદ્ધ સૌરાષ્ટ્ર મેચ દરમિયાન તે 2 બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો. બીજી મેચમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરતા સરફરાઝ ખાને ધૂમ મચાવી. પોતાની ટીમ માટે પાંચમા નંબરે બેટિંગ કરતા સરફરાઝે શાનદાર સદી ફટકારી.

સરફરાઝ ખાન ટીમ ઈન્ડિયામાંથી બહાર

સરફરાઝ ખાનના આંકડાઓ પર નજર કરીએ તો તે શાનદાર છે. તેને 61 મેચ રમી છે, જેમાં 17 સદી અને 16 અડધી સદી ફટકારી છે. છતાં તે ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર રહે છે. એ સાચું છે કે તેને તકો મળી ત્યારે તેને અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કર્યું નથી. પરંતુ હવે જ્યારે તે ઘરેલુ ક્રિકેટમાં ફરીથી રન બનાવી રહ્યો છે, ત્યારે ફરી તેને તક મળવી જોઈએ. તાજેતરમાં સરફરાઝ ખાને વિજય હજારે ટ્રોફીમાં પણ કેટલીક ઈનિંગ રમી હતી.

ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું આ રહ્યું પ્રદર્શન

અત્યાર સુધી સરફરાઝ ખાને ભારત માટે 6 મેચ રમી છે, જેમાં 371 રન બનાવ્યા છે. તેમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે. તેની એવરેજ 37.10 છે અને તે 74.94 ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કરે છે. આનો અર્થ એ થયો કે તેના આંકડા એટલા ખરાબ નથી કે તે ભારત માટે રમી ન શકે. હવે જોવાનું એ છે કે સરફરાઝ આગામી મેચોમાં કેવું પ્રદર્શન કરે છે અને ટીમ ઈન્ડિયા જ્યારે ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે ત્યારે તે વાપસી કરી શકશે કે નહીં.

આ પણ વાંચો: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માની તોફાની ઈનિંગ, યુવરાજ સિંહને છોડ્યો પાછળ

  • Follow us on: