T20 વર્લ્ડકપ 2026ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બધી 20 ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. પરંતુ ક્રિકેટ જગતમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ટોની પિગોટનું 67 વર્ષની વયે અવસાન થયું.


2 ફેબ્રુઆરીના રોજ તેમનું અવસાન થયું. ક્રિકેટ જગત તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. ટોની પિગોટ લાંબા સમય સુધી ઈંગ્લેન્ડ માટે રમ્યો ન હતા, પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં એક સેન્સેશન હતો.

ખેલાડીએ 1984માં કર્યું ડેબ્યૂ

ટોની પિગોટે 1984માં ઈંગ્લેન્ડ માટે પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની આ ટેસ્ટ મેચમાં તેમને 12 રન બનાવ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. ઈજાગ્રસ્ત ખેલાડીને કારણે તેમને આ એક ટેસ્ટ રમવાની તક આપવામાં આવી હતી, જેના કારણે તેમને પોતાના લગ્ન મુલતવી રાખ્યા હતા. તે પછી તેઓ ફરી ક્યારેય ઈંગ્લેન્ડ માટે રમ્યા ન હતા.

ટોની પિગોટ નાની ઉંમરે સસેક્સ ટીમમાં જોડાયા હતા. તેને 1978માં સરે સામેની ફર્સ્ટ-ક્લાસ મેચમાં હેટ્રિક લીધી હતી. બાદમાં તેમને સસેક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપી હતી.


સસેક્સે ટોની પિગોટના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો. સસેક્સે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે "સસેક્સ ક્રિકેટના ભૂતપૂર્વ ખેલાડી અને ચીફ એક્ઝિક્યુટિવ ટોની પિગોટના નિધનના સમાચાર સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે."

તેમના ઘરેલુ કરિયર પર એક નજર

ટોની પિગોટે 260 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 19.28ની એવરેજથી 4,841 રન બનાવ્યા અને 672 વિકેટ લીધી. આ સિવાય તેમને 270 લિસ્ટ A મેચોમાં 1,727 રન બનાવ્યા અને 377 વિકેટ લીધી. તમને જણાવી દઈએ કે તેમને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 26 વખત 5 વિકેટ પણ લીધી. તેમને રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરવા માટે લાંબા સમય સુધી અથાક મહેનત કરી, પરંતુ તેમને ફરી ક્યારેય પ્રતિનિધિત્વ કરવાની તક મળી નહીં.

આ પણ વાંચો: T20 WC 2026માં ભારત સામેની મેચ રમશે નહીં પાકિસ્તાન, સરકારનો મોટો નિર્ણય



  • Follow us on: