12 ફેબ્રુઆરીએ ભારત અને નામિબિયા વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈશાન કિશને ધૂમ મચાવી દીધી. તેને માત્ર 20 બોલમાં અડધી સદી પૂરી કરી. ઈશાને પોતાના બેટથી ધૂમ મચાવી અને વિરોધી બોલર્સને હેરાન કર્યા. પોતાની બેટિંગ દરમિયાન ઈશાન કિશને મોટાભાગે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા.
ઈશાન કિશનને મચાવી ધૂમ
આ મેચમાં ઈશાન કિશને માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારીને ધૂમ મચાવી દીધી. તેને અડધી સદી પૂરી કરવા માટે 4 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. કિશનની અડધી સદીને કારણે ભારતે 6 ઓવરમાં 86 રન બનાવ્યા.
ઈશાન કિશને છઠ્ઠી ઓવરમાં સતત 4 છગ્ગા ફટકાર્યા. તેને છેલ્લા બોલ 1 એક ચોગ્ગો પણ ફટકાર્યો. આનાથી છઠ્ઠી ઓવરમાં 28 રન બન્યા. તેને માત્ર 24 બોલમાં 61 રન બનાવીને નામિબિયાને મુશ્કેલીમાં મૂકી દીધું.
ઈશાન કિશન T20 વર્લ્ડકપ 2026માં ભારત માટે પાંચમા સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. T20 વર્લ્ડકપમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે, જેને ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
T20 વર્લ્ડકપમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી
12 – યુવરાજ સિંહ વિ ઈંગ્લેન્ડ, ડરબન, 2007
18 – કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ, દુબઈ, 2021
19 – રોહિત શર્મા વિ ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઈલેટ, 2024
20 – યુવરાજ સિંહ વિ ઓસ્ટ્રેલિયા, ડરબન, 2007
20 – ઈશાન કિશન વિ નામિબિયા, દિલ્હી, 2026
T20 વર્લ્ડકપમાં પાવરપ્લેમાં 50 રન બનાવવાનો ભારતનો રેકોર્ડ
51*(21) – રોહિત શર્મા વિ ઓસ્ટ્રેલિયા, 2024
50(19) – કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ, દુબઈ, 2024
50(20) – ઈશાન કિશન વિ નામિબિયા, દિલ્હી, 2026
આ પણ વાંચો: Team Indiaનું વધ્યું ટેન્શન, જસપ્રીત બુમરાહના યોર્કર બોલથી ઈશાન કિશન થયો ઈજાગ્રસ્ત