T20 વર્લ્ડકપ અને ન્યુઝીલેન્ડ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ભારતીય ખેલાડી તિલક વર્માને અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જેના કારણે હોસ્પિટલમાં દાખલ થવું અને ત્યારબાદ સર્જરીની જરૂર પડી.


તિલક વર્મા લગભગ એક મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. પરંતુ BCCIએ કોઈ અપડેટ્સ આપ્યા નથી, તે ખૂબ જ ઓછી શક્યતા છે કે તે આગામી ન્યુઝીલેન્ડ સિરીઝમાં રમી શકશે.

વનડે પછી 5 મેચની T20 સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા

ભારત અને ન્યુઝીલેન્ડ પહેલા એક ODI સિરીઝ રમશે, ત્યારબાદ 5 મેચની T20I સિરીઝ રમાશે. પહેલી ODI 11 જાન્યુઆરીએ બરોડામાં રમાશે, પરંતુ તિલક વર્મા આ સિરીઝ માટે ભારતીય ટીમનો સભ્ય નથી. તિલક વર્માને ત્યારપછીની T20I સિરીઝમાં ટીમનો ભાગ હતો. આ સિરીઝમાં 5 મેચ હશે, જે ભારતને T20 વર્લ્ડકપ માટે તૈયારી કરવાની છેલ્લી તક પૂરી પાડશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 21 જાન્યુઆરીથી શરૂ થશે T20 સિરીઝ

T20 સિરીઝની પહેલી મેચ 21 જાન્યુઆરીએ નાગપુરમાં રમાશે. આનો અર્થ એ થયો કે તેના માટે હવે વધુ સમય બાકી નથી. તિલક વર્માએ જે પ્રકારની સર્જરી કરાવી હતી તે જોતાં, તે આટલી જલ્દી મેદાનમાં પરત ફરી શકે તેવી શક્યતા ઓછી છે. સિરીઝની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ છે. તે પછી T20 વર્લ્ડકપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેથી ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં તિલક વર્માને તક આપવી અયોગ્ય રહેશે.

તિલક વર્માની જગ્યાએ શ્રેયસ ઐયરને મળી શકે છે તક

BCCI તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તિલક વર્મા ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ ગુમાવશે. હવે સવાલ એ છે કે જો તિલક નહીં રમે તો કયા ખેલાડીને તક આપવામાં આવશે? તિલક વર્મા T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયા માટે ત્રીજા કે ચોથા નંબર પર રમે છે. પરંતુ જો તે સિરીઝમાંથી બહાર થઈ જાય છે, તો ત્રીજા નંબરનું સ્થાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે નિશ્ચિત થઈ જશે. હાલમાં શ્રેયસ ઐયરનું નામ ચોથા નંબરના દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે. તે તાજેતરમાં ઈજામાંથી પરત ફર્યો અને વિજય હજારે ટ્રોફીમાં રમ્યો અને તેને ODI સિરીઝમાં રમવા માટે લીલીઝંડી પણ આપવામાં આવી છે.

શ્રેયસ ઐયરનું અત્યાર સુધીનું T20 પ્રદર્શન

શ્રેયસ ઐયરે ભારત માટે 2017 માં પોતાની પહેલી T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, પરંતુ 2023 થી તેને આ ફોર્મેટમાં તક આપવામાં આવી નથી. શ્રેયસ ઐયરે અત્યાર સુધીમાં ભારત માટે 51 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેને 1104 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને IPLમાં રમવાનું ચાલુ રાખ્યું અને ઘણા રન બનાવ્યા. BCCI પસંદગી સમિતિ શ્રેયસ ઐયરને પરત લાવશે કે નહીં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: IND U19 Vs SA U19: ભારતે ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકાને 233 રનથી હરાવ્યું


  • Follow us on: