ઈંગ્લેન્ડની ધરતી પર ટીમ ઈન્ડિયાના લેફ્ટ હેન્ડ બેટ્સમેન તિલક વર્માએ ધમાકેદાર ડેબ્યૂ કર્યું છે. કાઉન્ટી ક્રિકેટમાં તિલક વર્માની પહેલી ઈનિંગ યાદગાર રહી છે. તિલક જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો, ત્યારે હેમ્પશાયરની ટીમ માત્ર 34 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી.


પરંતુ ત્યારબાદ તિલક વર્માએ શાનદાર રીતે ઈનિંગ સંભાળી અને પ્રેશરમાં શાનદાર બેટિંગ કરતાં જોરદાર સદી ફટકારી. તિલક વર્માએ 239 બોલમાં પોતાની પહેલી સદી ફટકારી. રેડ બોલ ક્રિકેટમાં તિલક વર્માનું આ શાનદાર પ્રદર્શન જોતાં તેને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે તક મળી શકે છે.

તિલક વર્માએ ફટકારી સદી

કાઉન્ટી ક્રિકેટમાં તિલક વર્માએ શાનદાર અંદાજમાં ડેબ્યૂ કર્યું. હેમ્પશાયર તરફથી રમતી વખતે તિલક વર્માએ ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારીને ધૂમ મચાવી છે. તિલક વર્મા જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે હેમ્પશાયરે માત્ર 34 રનના સ્કોર પર 2 મોટી વિકેટ ગુમાવી હતી.


આ પછી તિલક સમજદારીપૂર્વક બેટિંગ કરી અને શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી. લેફ્ટ હેન્ડના બેટ્સમેન પ્રેશરમાં પણ ઉચ્ચ કક્ષાની ગેમ બતાવી. પોતાની ઈનિંગ દરમિયાન તિલક 11 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. તિલક ત્રીજી વિકેટ માટે ફ્લેચા મિડલટન સાથે અડધી સદીની પાર્ટનરશિપ કરી. આ પછી તિલક બેન બ્રાઉન સાથે ચોથી વિકેટ માટે 68 રન બનાવ્યા. બ્રાઉને 68 બોલમાં 42 રન બનાવ્યા.

મજબૂત સ્થિતિમાં છે હેમ્પશાયર

તિલક વર્મા અને લિયામ ડોસનની સદીની ઈનિંગ્સના આધારે હેમ્પશાયર મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, હેમ્પશાયર પહેલી ઈનિંગ્સમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોર બોર્ડ પર 339 રન બનાવી ચૂક્યું છે. ડોસન 110 રન બનાવીને હજુ પણ ક્રીઝ પર છે. મિડલટને પણ 82 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ પહેલા સમગ્ર એસેક્સ ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 296 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ચાર્લી એલિસને સદીની શાનદાર ઈનિંગ્સ રમી હતી.


  • Follow us on: