નિવૃત્ત ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં વિલિયર્સે 41 વર્ષની ઉંમરે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોને હેરાન કરી નાખ્યા છે.


એબી ડી વિલિયર્સે સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ માટે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું અને સદી ફટકારી અને 123 રન બનાવ્યા.

ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે વિલિયર્સની શાનદાર ઈનિંગ

એબી ડી વિલિયર્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે 46 બોલમાં 123 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. તેના સિવાય જેજે સ્મટ્સે 85 રનની ઈનિંગ રમી. આ બે ખેલાડીઓના કારણે જ સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમ 241 રનનો મોટો સ્કોર બનાવવામાં સફળ રહી.


WCLમાં બે સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન

એબી ડી વિલિયર્સે પહેલા WCL 2025માં ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ સામે સદી ફટકારી હતી. તેને 51 બોલમાં 15 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને 116 રન બનાવ્યા હતા. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સના ઈતિહાસમાં 2 સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા કોઈ પણ બેટ્સમેન WCLમાં 2 સદી ફટકારી શક્યો નથી.

એબી ડી વિલિયર્સે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે મેદાનના દરેક ખૂણામાં સ્ટ્રોક મારવા માટે ફેમસ છે. આ જ કારણ છે કે ફેન્સ તેને પ્રેમથી 360 પણ કહે છે. તેને આફ્રિકન ટીમ માટે 114 ટેસ્ટ મેચમાં 8765 રન બનાવ્યા છે. આ સિવાય તેના નામે ODI ક્રિકેટમાં 9577 રન અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1672 રન છે.

સાઉથ આફ્રિકાની ચેમ્પિયન ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે

સાઉથ આફ્રિકન ચેમ્પિયન્સ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 માં સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમી છે, જેમાંથી તેને 3 જીતી છે અને 1 મેચ હારી છે. 6 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ પ્લસ 1.812 છે. દક્ષિણ આફ્રિકન ચેમ્પિયન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.


  • Follow us on: