ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હાલમાં WPL 2026 મેચ ચાલી રહી છે. દિલ્હી કેપિટલ્સ કેપ્ટન જેમીમા રોડ્રિગ્ઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ગુજરાત માટે સોફી ડિવાઈને શાનદાર બેટિંગ કરી, જેના કારણે દિલ્હીના બોલર્સ હેરાન થઈ ગયા.


સોફી ડિવાઈન માત્ર 5 રનથી સદી ચૂકી ગઈ

ગુજરાત જાયન્ટ્સ માટે સોફી ડિવાઈને ઈનિંગની શરૂઆત કરી અને શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું. સોફીએ 42 બોલમાં 95 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. તેને સ્નેહ રાણાની 1 ઓવરમાં 32 રન પણ ફટકાર્યા.

સોફી શાનદાર બેટિંગ કરી રહી હતી, પરંતુ તે નંદિની શર્માના બોલ પર શ્રી ચરણી દ્વારા કેચ આઉટ થઈ ગઈ, જેના કારણે તે ફક્ત 5 રનથી સદી ચૂકી ગઈ. જો તેણે મેચમાં સદી ફટકારી હોત, તો તે WPLના ઈતિહાસમાં સદી ફટકારનારી પહેલી મહિલા ખેલાડી બની હોત, પરંતુ એવું બન્યું નહીં.


સોફી ડિવાઈને 1 ઓવરમાં 32 રન બનાવ્યા

સ્નેહ રાણાએ ગુજરાત જાયન્ટ્સ સામે છઠ્ઠી ઓવર નાખી હતી અને આ ઓવરમાં તેનો સામનો સોફી ડિવાઈન સામે હતો. તેને પહેલા 2 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદ તેને આગામી 2 બોલમાં 2 છગ્ગા ફટકાર્યા. આ રીતે ઓવરમાં કુલ 32 રન બન્યા. સ્નેહને સમજાયું નહીં કે સોફીને ક્યાં બોલિંગ કરવી.

સ્નેહ રાણા WPLના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગઈ છે. તેણે દીપ્તિ શર્માનો ખરાબ રેકોર્ડ તોડ્યો છે. દીપ્તિએ WPL 2025માં RCB સામેની મેચમાં 1 ઓવરમાં 28 રન આપ્યા હતા.

નંદની શર્માએ હેટ્રિક લીધી

દિલ્હી કેપિટલ્સની નંદની શર્માએ હેટ્રિક લઈને WPLમાં ઈતિહાસ રચ્યો. ગુજરાત જાયન્ટ્સે લીગ ઈતિહાસમાં સૌથી વધુ 209 રન બનાવ્યા. નંદનીએ 33 રન આપીને 5 વિકેટ લીધી. ગુજરાત તરફથી સોફી ડિવાઈને 42 બોલમાં 95 રન બનાવ્યા, જ્યારે એશ્લે ગાર્ડનરે 26 બોલમાં 49 રન બનાવ્યા.

આ પણ વાંચો: Virat Kohliએ તોડ્યો વધુ એક રેકોર્ડ, 42 રન બનાવીને કુમાર સંગાકારાને પાછળ છોડીને રચ્યો ઈતિહાસ



  • Follow us on: