વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનોમાંથી એક છે. તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 28,000 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની સિરીઝની પ્રથમ વનડેમાં વિરાટે વધુ એક રેકોર્ડ તોડ્યો.
42 રન બનાવીને તેને શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.













