ગૌતમ ગંભીર જ્યારથી હેડ કોચ બન્યા છે, ત્યારથી ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે. પરિણામે તેમને દૂર કરવા અને નવા હેડ કોચની નિમણૂક કરવાની માગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ખેલાડી યોગરાજ સિંહે BCCIને એક અનુભવી ખેલાડીનું નામ સૂચવ્યું છે.
આ ખેલાડીએ ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડકપ જીત અપાવી છે. હાલમાં આ ભારતીય દિગ્ગજ દ્વારા ટ્રેનિંગ મેળવી રહેલા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે.
યોગરાજ સિંહે BCCI પાસે કરી મોટી માગ
રવિશ બિષ્ટની ચેનલ પર બોલતા ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યોગરાજ સિંહે BCCI સમક્ષ એક મહત્વપૂર્ણ માગ કરી છે. તેમને ભારતીય કોચિંગ સેટઅપમાં યુવરાજ સિંહનો સમાવેશ કરવાની માગ કરી. પરંતુ તેઓ યુવરાજ સિંહને કઈ ભૂમિકામાં જોવા માગે છે તે સ્પષ્ટ કર્યું નહીં.
હાલમાં ટીમ ઈન્ડિયામાં ત્રણ મુખ્ય કોચિંગ ભૂમિકાઓ છે: સેન્ટર ઓફ એક્સેલન્સના વડા, ટીમ ઈન્ડિયાના હેડ કોચ અને ઈન્ડિયા A અને અંડર-19 ટીમોના કોચ. સુનિલ જોશી અંડર-19 કોચ તરીકે સેવા આપે છે, જ્યારે VVS લક્ષ્મણ સેન્ટર ઓફ એક્સેલન્સના વડા છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે.
કોચિંગ કરી રહ્યો છે યુવરાજ સિંહ
યુવરાજ સિંહ હાલમાં પણ કોચિંગમાં જોવા મળે છે. તેમને શુભમન ગિલ, અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યને વધુ સારા બેટ્સમેન બનવામાં મદદ કરી છે. આ ખેલાડીઓએ તેમના સારા પ્રદર્શનનો શ્રેય યુવરાજને આપ્યો છે. ખાસ કરીને અભિષેક શર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની સફળતાનો શ્રેય યુવરાજને આપે છે. પરિણામે ફેન્સ ટીમ ઈન્ડિયાના કોચિંગ સેટઅપમાં આ અનુભવી ખેલાડીને જોવા માટે ઉત્સુક છે. પરમતુ ગૌતમ ગંભીર 2027 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે.
આ પણ વાંચો: RCBના ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં રમી ધમાકેદાર ઈનિંગ, સ્ટાર ક્રિકેટરે 63 બોલમાં ફટકારી 19 બાઉન્ડ્રી