- આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
- આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- આ મેચમાં ડેવિડ વોર્નરએ બનાવ્યો ખાસ રેકોર્ડ
પાકિસ્તાન સામેની મેચ દરમિયાન, ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આ મેચમાં બંનેએ 259 રનની ભાગીદીરી કરી હતી. આ બે બેટ્સમેનો સામે પાકિસ્તાની બોલરો સંપૂર્ણ રીતે અસફળ દેખાયા હતા. આ દરમિયાન વોર્નરે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.
ડેવિડ વોર્નર ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ કરીને તેણે એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો છે. ગિલક્રિસ્ટ ODI વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા તરફથી 1085 રન બનાવ્યા હતા. હવે વોર્નરે ગિલક્રિસ્ટને પાછળ છોડ્યો છે. રિકી પોન્ટિંગે ODI વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા છે.
ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન
ઓસ્ટ્રેલિયા માટે ODI વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રિકી પોન્ટિંગ પ્રથમ સ્થાને છે. રિકી પોન્ટિંગે 1743 રન બનાવ્યા છે જેમાં 6 ફિફ્ટી અને 5 સદી ફટકારી છે. બીજા નંબર પર ડેવિડ વોર્નર છે. વોર્નરે 1117 બનાવ્યા છે. આ દરમિયાન 3 ફિફ્ટી અને 4 સદી ફટકારી છે. વોર્નર 2023ના વર્લ્ડકપમાં રમી રહ્યો છે. ત્રીજા નંબર પર 1085 રન સાથે એડમ ગિલક્રિસ્ટ છે. ગિલક્રિસ્ટે 8 ફિફટી અને 1 સદી ફટકારી છે.
વોર્નરે વર્લ્ડકપ 2023નો બીજો સૌથી લાંબી સિક્સ ફટકારી
પાકિસ્તાન સામેની મેચ દરમિયાન વોર્નરે હરિસ રૌફે 146 KMPHની ઝડપે ફેંકેલા બોલ પર 98 મીટર લાંબો સિક્સ ફટકારીને હલચલ મચાવી હતી. વર્લ્ડકપ 2023માં વોર્નરે ફટકારેલી આ બીજી સૌથી લાંબી સિક્સ છે. હાલમાં આ વર્લ્ડકપમાં સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ શ્રેયસ ઐયરના નામે છે. અય્યર અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન 101 મીટર લાંબી સિક્સર ફટકારી હી..