• આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
  • આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે
  • પાકિસ્તાન 3 મેચમાંથી બે મેચમાં જીત્યું, એકમાં હાર

આજે વર્લ્ડકપ 2023ની 18મી મેચ બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ વર્લ્ડકપમાં પાકિસ્તાન ત્રણ મેચમાંથી પ્રથમ બે મેચમાં જીત્યું હતું. જ્યારે ત્રીજી મેચમાં ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. આ પછી પાકિસ્તાનના મોટાભાગના ખેલાડીઓ પણ વાયરલ ફિવરનો શિકાર બન્યા હતા. જેના કારણે પાકિસ્તાનના ખેલાડીઓનું તાજેતરનું ફોર્મ અને ફિટનેસ શંકાસ્પદ છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ ટીમ કેટલો બદલાવ કરશે તે જોવું રસપ્રદ રહેશે.

પાકિસ્તાનના ખેલાડીઓ વાયરલ ફિવરમાંથી સ્વસ્થ 

જોકે, મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના તમામ ખેલાડીઓ વાયરલ ફિવરમાંથી સ્વસ્થ થઇ ગયા છે. બે દિવસ પહેલા સુધી સ્થિતિ એવી હતી કે પ્લેઇંગ-11ની પસંદગી પણ મુશ્કેલ લાગતી હતી, પરંતું હવે કહેવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. આવી સ્થિતિમાં આજની મેચમાં પાકિસ્તાનની પ્લેઈંગ-11માં એક બદલાવ કરે તેવી કોઇ શક્યતા નથી. પાકિસ્તાન ટીમ મોહમ્મદ નવાઝ અથવા શાદાબ ખાનની જગ્યાએ લેગ સ્પિનર ​​ઓસામા મીરને રમવાની તક આપી શકે છે.

પાકિસ્તાનના સંભવિત પ્લેઈંગ-11: અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, મોહમ્મદ નવાઝ/શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઓસામા મીર, હસન અલી, શાહીન આફ્રિદી, હારિસ રઉફ.

ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર થશે?

વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની બે મેચમાં એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજી મેચમાં શ્રીલંકા સામે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા આજની મેચમાં પ્લેઇંગ-11માં કોઇ ફેરફાર કરશે નહીં.

ઓસ્ટ્રેલિયાના સંભવિત પ્લેઈંગ-11: ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

  • Follow us on: