• ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પ્રથમ વનડે મેચ
  • પ્રથમ વનડેમાં ડેવિડ વોર્નરે બનાવ્યો રેકોર્ડ
  • વોર્નરે વનડે મેચમાં ફટકારી 101 સિક્સ

મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે મેચ રમવામાં આવી રહી છે. આ મેચમાં વોર્નર ભારત વિરુદ્ધ 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો છે. આ દરમિયાન વોર્નરે 6 ફોર અને 2 સિક્સ ફટકારી છે. આ સિક્સની મદદથી વોર્નરે વનડેમાં 100 સિક્સ પૂર્ણ કર્યા છે. આ સાથે જ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે 100 અથવા તેનાથી વધુ સિક્સ ફટકારનારો 7મો ખેલાડી બન્યો છે.

100થી વધુ સિક્સ ફટકારનારા ઓસ્ટ્રેલિયાના ખેલાડી

ડેવિડ વોર્નરે 148 મેચમાં 101 સિક્સ લગાવી છે. વોર્નર પહેલાં રિકી પોન્ટિંગે 159 સિક્સ, એડમ ગિલક્રિસ્ટ 148 સિક્સ, શેન વોટસને 131 સિક્સ, એરોન ફિંચે 129 સિક્સ, ગ્લેન મેક્સવેલે 128 સિક્સ અને એડ્ર્યૂ સાયમંડ્સે 103 સિક્સ ફટકારી છે.

શાહિદ અફરીદી અને ગેલે લગાવી સૌથી વધુ સિક્સ

ઉલ્લેખનીય છે કે, વનડે ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાનના શાહિદ અફરીદી અને વેસ્ટ ઈન્ડીઝના ક્રિસ ગેલે સૌથી વધુ સિક્સ લગાવી છે. આ બંને ખેલાડીના નામે 351 સિક્સ છે. સાથે ભારતના રોહિત શર્મા આ લિસ્ટમાં 286 સિક્સ સાથે ત્રીજા નંબર પર છે.

પ્રથમ વનડેમાં ભારતની પ્લેઈંગ ઈલેવન-

શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી

પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન-

ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન,કેમરુન ગ્રીન, જોશ ઈંગ્લિસ(વિકેટકીપર), માર્કસ સ્ટોનિસ, મેથ્યૂ શોર્ટ, પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એડમ ઝામ્પા

  • Follow us on: