• આવતીકાલથી ભારત ઓસ્ટ્રેલિયાની સીરિઝ શરૂ થશે
  • બંને દેશ વચ્ચે 3 વનડે મેચની સીરિઝ રમાશે
  • ટીમ ઈન્ડિયા પાસે ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનવાની તક

આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચની સીરિઝની પ્રથમ મેચ રમવામાં આવશે. બંને ટીમ મોહાલીમાં આમને-સામને આવશે, ત્યારે કેએલ રાહુલની આગેવાની વાળી ટીમ ઈન્ડિયા પાસે ICC વનડે રેન્કિંગમાં નંબર વન બનવાની તક છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં જીત મેળવશે, તો ભારતીય ટીમ વનડે રેન્કિંગમાં નંબર વન બની જશે.

ભારતીય ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બનવાની તક

ભારતીય ટીમ ટેસ્ટ અને T-20 રેન્કિંગમાં ટોપ પર છે. જેથી જો ભારતીય ટીમ પ્રથમ વનડે મેચ જીતશે તો તે વનડે ફોર્મેટમાં પણ નંબર વન બનશે. જેથી ભારતીય ટીમ પાસે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બનવાની તક છે. અત્યારે ICC વનડે રેન્કિંગમાં બાબર આઝમના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમ ટોપ પર છે.

ICC વનડે રેન્કિંગમાં કઈ ટીમ ક્યાં છે?

ICC વનડે રેન્કિંગમાં ટોપ પર રહેનારી પાકિસ્તાની ટીમ પાસે 27 મેચમાં 115 પોઈન્ટ્સ છે, જ્યારે ભારતીય ટીમ પાસે 41 વનડે મેચમાં 115 રેટિંગ પોઈન્ટ છે. આ પ્રકારે ભારત અને પાકિસ્તાનના રેટિંગ પોઈન્ટ્સ બરાબર છે. સાથે ICC વનડે રેન્કિંગમાં ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની ટીમ છે. ઓસ્ટ્રેલિયા પાસે 28 મેચમાં 113 રેટિંગ્સ પોઈન્ટ્સ છે. ICC વનડે રેન્કિંગ સાથે સાઉથ આફ્રિકા 106 પોઈન્ટ્સ સાથે ચોથા અને ઈંગ્લેન્ડ 105 પોઈન્ટ્સ સાથે 5માં સ્થાને છે. જે બાદ ટોપ 10માં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ છે.


  • Follow us on: