- આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વનડે સીરિઝ
- 3 મેચની વનડે સીરિઝનું કરાયું આયોજન
- સીરિઝ પહેલાં પેટ કમિન્સ ફિટ થયો
ભારત વિરુદ્ધ શુક્રવારથી શરૂ થનારી 3 વનડે મેચની સીરિઝ પહેલાં ઓસ્ટ્રેલિયાન ટીમને મોટી રાહત મળી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ફિટ થયા છે અને પ્રથમ વનડે મેચ રમવા માટે ઉપલબ્ધ છે. જો કે, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર મિશેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળશે નહીં. આ બંને ખેલાડી અત્યારે ઈજાગ્રસ્ત છે. જેથી પ્રથમ વનડે મેચ રમશે નહીં.
પેટ કમિન્સ સંપૂર્ણ ફિટ
મેચના એક દિવસ પહેલાં પેટ કમિન્સે ખેલાડીઓની ફિટનેસ અંગે અપડેટ જાહેર કર્યું છે. જેમાં કમિન્સે કહ્યું કે, હું હવે સંપૂર્ણફિટ છું અને પ્રથમ મેચ માટે ઉપલબ્ધ છું. અમે અનલકી છીએ. આ જ કારણે હજુ સ્ટાર્ક અને મેક્સવેલ ફિટ થયા નથી. સ્ટાર્ક અને મેક્સવેલ પ્રથમ મેચમાં રમશે નહીં. આ બંને ખેલાડી સારૂં કરી રહ્યા છે અને અમે આની વાપસીની આશા રાખીએ છીએ.
ઓસ્ટ્રેલિયાના અનેક ખેલાડી ઈજાગ્રસ્ત
તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં અનેક ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. કમિન્સ, સ્મિથ, સ્ટાર્ક અને મેક્સવેલ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવામાં આવેલી 5 વનડે મેચની સીરિઝ રમ્યા નહતા. કમિન્સ સાથે સ્મિથ પણ પ્રથમ વનડે મેચમાં જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે હેડની કમી
ઓસ્ટ્રેલિયાન ટીમને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રેવિડ હેડ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝમાં ઈજાગ્રસ્ત થયો હતો. હેડની ઈજા ગંભીર છે અને તેનું વર્લ્ડકપમાંથી બહાર જવું નક્કી છે. હજુ સુધી ઓસ્ટ્રેલિયાએ હેડના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી, પરંતુ લાબુશેન તેની જગ્યાએ ટીમમાં આવી શકે છે. આ ઉપરાંત ડેવિડ વોર્નર સાથે માર્શ ઓપનિંગ કરી શકે છે.