- આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વનડે સીરિઝ
- ઓસ્ટ્રેલિયાની ટીમનું ભારતમાં આગમન થયું
- ડેવિડ વોર્નરે એરપોર્ટ સિક્યુરિટી સાથે સેલ્ફી લીધી
ભારત અને સ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ પહેલાં 3 મેચની સીરિઝ રમવામાં આવશે. આ સીરિઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમવામાં આવશે. બંને ટીમ મોહાલીમાં આમને-સામને આવશે. સાથે આ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ ભારત આવી ગઈ છે. ભારત આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે પોસ્ટ કરી છે. આ પોસ્ટના માધ્યમથી તેમણે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે સીરિઝ માટે ભારત આવી ગઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડેવિડ વોર્નર એરપોર્ટ પર એક પોલીસકર્મી સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો છે.
ભારત પહોંચ્યા બાદ ડેવિડ વોર્નરે શું કહ્યું?
સોશિયલ મીડિયા પોસ્ટમાં ડેવિડ વોર્નરે લખ્યું કે, ફરી એક વખત ભારત આવીને સારૂં લાગી રહ્યું છે. તેમણે આગળ લખ્યું કે, અમે ભારતમાં ખુબ સુરક્ષિત છીએ. જેના માટે તમારો આભાર.. ડેવિડ વોર્નર સાથે પોલીસકર્મી નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ડેવિડ વોર્નરની પોસ્ટ અત્યારે વાયરલ તઈ રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝનું શિડ્યૂલ શું છે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચની સીરિઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમવામાં આવશે. જે બાદ બંને ટીમ 24 સપ્ટેમ્બરે ઈંદોરમાં આમને-સામને આવશે, જ્યારે આ સરિઝની છેલ્લી અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમવામાં આવશે. ભારત ઓસ્ટ્રેલિયા સીરિઝની ત્રણેય મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 કલાકે શરૂ થશે. વર્લ્ડકપ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયાની આ સીરિઝ મહત્વની માનવામાં આવે છે..
વર્લ્ડકપમાં 8 ઓક્ટોબરે બંને દેશ વચ્ચે મેચ
ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ બાદ વર્લ્ડકપ રમવામાં આવશે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે મેચ રમવામાં આવશે, બંને ટીમ ચેન્નઈના ચિદંબરમ સ્ટેડિયમમાં આમને-સામને આવશે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં ભારતીય ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાને સાઉથ આફ્રિકા વિરુદ્ધ 5 વનડે મેચની સીરિઝમાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.