- આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝ શરૂ
- ત્રણ મેચની સીરિઝનું કરાયું આયોજન
- રૈનાએ ગિલને કહ્યો ભવિષ્યનો કોહલી
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ શુભમન ગિલને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, શુભમન અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે અને તે વર્લ્ડકપ 2023માં મોટો કમાલ કરી શકે છે. આ સાથે રૈનાએ ગિલને ભવિષ્યનો વિરાટ કોહલી કહ્યો છે.
શુભમન ગિલને લઈ શું કહ્યું?
રૈનાએ કહ્યું કે, આ વર્લ્ડકપમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બનશે. હું જાણું છું કે, તે એક સુપર સ્ટાર અને ભવિષ્યના કોહલી બનવા માંગે છે. તે પહેલાંથી જ આ સ્થિતિમાં છે અને આપણે વર્લ્ડકપ બાદ તેના અંગે વધુ વાત કરશું.
શુભમન અત્યારે શાનદાર ફોર્મમાં
તેમણે આગળ કહ્યું કે, શુભમન જે ફોર્મમ ચાલી રહ્યો છે, તે ખુબ મજબૂત છે. સ્પિનરોને ખ્યાલ નથી આવતો કે, શુભમન કયા સ્થળે શોટ મારશે. બોલ સ્વિંગ ન કરે, તો ગિલ સ્ટ્રેટ અથવા ફ્લિપ સાથે સારી રીતે રમી શકે છે. શુભમન ગિલની માનસિકતા અહીં સુધી જ સિમિત રહેશે નહીં.
રોહિત શર્મા જેવો કમાલ કરશે ગિલ
પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે, ગિલ 2023 વર્લ્ડકપમાં રોહિત શર્મા જેવી રમત બતાવી શકે છે. તેમણે કહ્યું કે, ગિલને બેટિંગ કરવા માટે 50 ઓવર મળશે, તો તે તેના બેટિંગ માટે ખાસ પોઈન્ટ છે. મને લાગે છે કે, શુભમન ગિલ જન્મથી સ્ટાર છે અને તે શુભમનની ગેમમાં જોવા પણ મળે છે.
એશિયા કપમાં ગિલે કર્યો કમાલ
તાજેતરમાં ભારતે એશિયા કપનો ખિતાબ જીત્યો છે. એશિયા કપમાં શુભમન ગિલ ટોપ રન સ્કોરર બેટ્સમેન બન્યો છે. શુભમને 5 મેચમાં 75.50ની એવરેજ અને 93.50ના સ્ટ્રાઈક રેટ સાથે 302 રન બનાવ્યા છે. ગિલની શાનદાર રમતે જ તેને વર્લ્ડકપ ટીમમાં પસંદગીનો દાવેદાર બનાવ્યો છે.
આજથી વનડે સીરિઝ શરૂ
ભારતીય ટીમ આજથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ રમશે. આ માટે ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં શુભમન ગિલનું નામ પણ સામેલ છે. વર્લ્ડકપને ધ્યાનમાં રાખી આ સીરિઝ તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ છે. સીરિઝની પ્રથમ 2 મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. પ્રથમ 2 મેચમાં ટીમ ઈન્ડિયાનું નૈતૃત્વ કેએલ રાહુલ કરશે.