• આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચૉ
  • વોર્નરે વર્લ્ડકપ 2023માં સતત બીજી સદી ફટકારી
  • વર્લ્ડકપના ઈતિહાસમાં વોર્નરે છઠ્ઠી સદી ફટકારી

આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં ડેવિડ વોર્નર 93 બોલમાં 11 બાઉનડ્રી અને 3 સિક્સની મદદથી 104 રનની શામદાર ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નરે ODI વર્લ્ડકપ 2023માં સતત બીજી સદી ફટકારીને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. વર્લ્ડકપના ઈતિહાસમાં વોર્નરની આ છઠ્ઠી સદી હતી. આ સાથે તે હવે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બીજી સૌથી વધુ સદી ફટકારનાર સચિન સાથે સંયુક્ત ખેલાડી બની ગયો છે. આ સાથે વોર્નરે વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે. રોહિત શર્માના નામે 5 મેચમાં 311 રન છે જ્યારે વોર્નર તેનાથી આગળ નીકળી ગયો છે અને તે અત્યાર સુધીનો ત્રીજો ટોપ સ્કોરર બની ગયો છે. ક્વિન્ટન ડી કોક 407 રન સાથે ટોપ પર છે.

વોર્નરે માસ્ટરની બરાબરી કરી 

ડેવિડ વોર્નરે આ ઇનિંગમાં 91 બોલમાં તેની 22મી ODI સદી પૂરી કરી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ODI વર્લ્ડકપમાં પોતાની કારકિર્દીમાં કુલ 6 સદી ફટકારી હતી. જ્યારે ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં પોતાની બીજી સદી અને વર્લ્ડકપના ઈતિહાસમાં છઠ્ઠી સદી ફટકારી છે. આ મામલામાં તેના ઉપર રોહિત શર્મા છે જેના નામે સૌથી વધુ સાત વર્લ્ડ કપ સદી છે. જ્યારે આ યાદીમાં વિરાટ કોહલી હજુ 3 સદી સાથે ઘણો પાછળ છે. જ્યારે ODI ક્રિકેટમાં સદીના મામલે તેણે સૌરવ ગાંગુલી અને તિલકરત્ને દિલશાનની બરાબરી કરી લીધી છે.

ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી

  • રોહિત શર્મા- 7
  • સચિન તેંડુલકર- 6
  • ડેવિડ વોર્નર- 6
  • કુમાર સંગાકારા- 5
  • રિકી પોન્ટિંગ- 5

રાહુલ દ્રવિડની પણ બરાબરી કરી

ડેવિડ વોર્નરની આ 48મી આંતરરાષ્ટ્રીય સદી છે. આ મામલે તેણે ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડની બરાબરી કરી લીધી છે. તે એબી ડી વિલિયર્સ કરતા પણ આગળ નીકળી ગયો હતો જેમના નામે 47 આંતરરાષ્ટ્રીય સદીઓ હતી. સક્રિય ક્રિકેટરોની યાદીમાં, વોર્નર વિરાટ કોહલી (78) પછી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ખેલાડી છે.

  • Follow us on: