• પાકિસ્તાન સામે ડેવિડ વોર્નરે ફટકારી સદી
  • સદી બાદ મેદાન પર પુષ્પા સ્ટાઈલમાં કરી ઊજવણી
  • ડેવિડ વોર્નરનો વીડિયો વાયરલ

ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે મોટી મેચ ચાલી રહી છે. આ મેચમાં ઑસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે સદી ફટકારી છે. જે બાદ ડેવિડે મેદાન પર સાઉથ સ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં પોઝ આપતાં દેખાયા હતા.

ડેવિડ વોર્નરે ફટકારી સદી

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023ની મેચ ચાલી રહી છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચાલુ આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની મજબૂત પકડ બનાવી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરનો આ મેચનો એક વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં વોર્નર સદીની ઉજવણી પુષ્પાની સ્ટાઈલમાં કરી રહ્યો છે.


પુષ્પા સ્ટાઈલમાં ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાના લેફ્ટ હેડર ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની આજની મેચમાં સદી ફટકાર્યા બાદ આ ડાન્સ કર્યો હતો. ઈનિંગની 30મી ઓવરમાં પાકિસ્તાની બોલર મોહમ્મદ નવાઝની બોલ પર સિંગલ લઈને ડેવિડ વોર્નરે પોતાની સદી પૂર્ણ કરી હતી. સદી બનાવ્યાં બાદ મેદાન પર ડેવિડ ખુબ ખુશ નજર આવી રહ્યો હતો.

અલ્લૂ અર્જુનનો ફેન છે ડેવિડ વોર્નર

ડેવિડ નોર્નર પહેલી વખત ક્રિકેટનાં મેદાન પર પુષ્પા સ્ટાઈલમાં જોવા મળ્યો નથી. આ પહેલાં પણ ઘણી વખત ઓન ધ ફિલ્ડ અને ઑફ ધ ફિલ્ડ ફેન્સને ડેવિડ નોર્નરની પુષ્પાની ઝલક જોવા મળી છે.

  • Follow us on: