- ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું
- આ વર્લ્ડકપમાં ડેવિડ વોર્નરે 2 સદી ફટકારી
- વોર્નરે સાયબ્રાન્ડ એન્જલબ્રેકેટનો શાનદાર કેચ પકડ્યો
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર માત્ર એક ઉત્તમ બેટ્સમેન નથી પણ એક ઉત્તમ ફિલ્ડર પણ છે. આજે વર્લ્ડકપ 2023ની 24મી મેચમાં ડેવિડ વોર્નરે શાનદાર સદી ફટકારી હતી. વોર્નરે 93 બોલમાં 104 રન બનાવ્યા હતા. ત્યારબાદ ડેવિડ વોર્નરે સાયબ્રાન્ડ એન્જલબ્રેકેટનો શાનદાર કેચ પકડ્યો હતો. આ વર્લ્ડકપમાં ડેવિડ વોર્નરે 2 સદી ફટકારી છે અને વર્લ્ડકપમાં કુલ 6 સદી ફટકારી છે.
ડેવિડ વોર્નરે શાનદાર કેચ પકડ્યો
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શ 14 ઓવર નાખવા આવ્યો ત્યારે આ ઘટના બની હતી. મિચેલ માર્શે ઓવરનો 2 બોલને સાયબ્રાન્ડ એન્જલબ્રેકેટે હવામાં શોટ માર્યો હતો. બાઉન્ડ્રી ઉપર ઉભેલા ડેવિડ વોર્નરે કૂદકો માર્યો અને અદ્ભુત કેચ અદ્ભુત કેચ લઈને એંજલબ્રેક્ટને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડેવિડ વોર્નરે માત્ર 6 રન જ નહીં બચાવ્યા પણ ઓસ્ટ્રેલિયા માટે મહત્વની વિકેટ પણ અપાવી હતી. ચોથા નંબરે આવેલો એન્જલબ્રેકેટે 21 બોલમાં 1 ચોગ્ગો ફટકારીને 11 રન બનાવીને આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાની મોટી જીત
આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની 309 રને જીત થઇ હતી. આ જીત વર્લ્ડકપ ઇતિહાસની સૌથી મોટી જીત છે. આ મેચના હિરો ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સેવેલ હતા. ડેવિડ વોર્નરે 93 બોલમાં 103 રન અને ગ્લેન મેક્સલેલે 44 બોલમાં 106 રનની તોફાની ઇનિંગ રમી હતી. જ્યારે બોલરની વાત કરવામાં આવે તો એડમ ઝમ્પાએ 3 ઓવરમાં 8 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ માર્શે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી છે. આ મેચમાં 4 વિકેટ લેવાની સાથે જ એડમ ઝમ્પા વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. એડમ ઝમ્પાએ 5 મેચમાં 5.92ની ઇકોનોમીથી 13 વિકેટ ઝડપી છે.