• T20 દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે ઝિમ્બાબ્વે ગઈ ભારતીય ટીમ
  • ગિલની કપ્તાનીમાં ભારતીય ટીમે આ સિરીઝ 4-1થી જીતી
  • ધ્રુવ જુરેલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો

ટીમ ઈન્ડિયાની યુવા બ્રિગેડે ઝિમ્બાબ્વે સામે શાનદાર સિરીઝ રમી હતી. ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024 પછી પ્રથમ T20 દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે ઝિમ્બાબ્વે ગઈ હતી. આ T20 સિરીઝ 5 મેચોની હતી. આ ભારતીય યુવા ટીમની કપ્તાની શુભમન ગીલે કરી હતી. શુભમન ગિલની કપ્તાનીમાં ભારતીય ટીમે આ સિરીઝ 4-1થી જીતી હતી.

હાલમાં જ આ ટીમના યુવા ખેલાડી ધ્રુવ જુરેલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે રોહિત શર્માના “ગાર્ડનમે ઘુમને..” વિશે કોમેન્ટ ઉમેરતા કેપ્શન લખ્યું છે. હવે ફેન્સ આ ફોટો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રોહિત શર્માએ મેદાન પર આપી હતી ચેતવણી

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા તેના ઠંડા સ્વભાવ માટે જાણીતો છે. ક્યારેક રોહિત મેદાન પર ખેલાડીઓ પર ગુસ્સે પણ થઈ જાય છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન રોહિત શર્માએ યુવા ખેલાડીઓને ચેતવણી આપી હતી કે કોઈએ ગાર્ડનમાં ફરવુ નહી... તેમનો ગુસ્સો સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગયો હતો અને તેની ઘણી ચર્ચા થઈ હતી.


હિટમેનને ઓળખનારા ખેલાડીઓ પણ જાણે છે કે તેનો ગુસ્સો માત્ર મેદાન પૂરતો જ સીમિત છે, મેદાનની બહાર તે ખૂબ જ ખુશખુશાલ વ્યક્તિ છે. આવી સ્થિતિમાં હવે તેના સાથી ખેલાડીઓએ તેની ચેતવણીનો ઉકેલ શોધી કાઢ્યો છે.

ધ્રુવ જુરેલે રોહિતની ચેતવણીનો ઉકેલ શોધ્યો

ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ તાજેતરમાં પૂરો થયો છે. આ પ્રવાસમાંથી પરત ફરતા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જુરેલની સાથે અભિષેક શર્મા, ખલીલ અહેમદ, રવિ બિશ્નોઈ અને આવેશ ખાન પણ છે. આ તમામ ખેલાડીઓ એરપોર્ટ પર બેઠેલા જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે ધ્રુવ જુરેલે કેપ્શનમાં લખ્યું છે - "બગીચામાં જવાની મનાઈ કરી હતી, તો તમે એરપોર્ટ પર ફરવા આવ્યા છીયે."

  • Follow us on: