- પર્ફોમન્સને કારણે ટીમ ઈન્ડિયામાંથી ન મળ્યો ચાન્સ
- T20 વર્લ્ડકપ બાદ ખાસ કોઈ મેચ રમી નથી
- બેસ્ટ બેટ્સમેન અને વિકેટકિપર તરીકે રહ્યો હતો
IPL2022 બાદ 38 વર્ષીય ખેલાડી દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયામાં જોરદાર કમબેક કર્યું છે. T20 વર્લ્ડકપ 2022માં જે ટુર્નામેન્ટ યોજાઈ હતી એ સમયે પણ તે ટીમનો સભ્ય રહ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે ઑક્ટોબર- નવેમ્બરમાં વર્લ્ડકપ રમશે. આ ટુર્નામેન્ટમાં હવે દિનેશ કાર્તિક પણ જોવા મળશે. દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે. જે વાઈરલ થઈ રહ્યું છે. તેણે પોતે એવા સંકેત આપ્યા છે કે, તે વન-ડે વર્લ્ડકપ ટીમનો સભ્ય છે.
ક્રિકેટચાહકની ટ્વિટનો જવાબ આપ્યો
કાર્તિકે દાવો કર્યો હતો કે, વર્ષ 2023નો વર્લ્ડકપ રોમાંચક રહેશે. જેમાં તે પોતે જોવા મળશે. એક ક્રિકેટ ચાહકે ટ્વિટ કરીને કાર્તિકને પૂછ્યું હતું કે, વર્લ્ડકપમાં ટીમમાં વિકેટકિપર કોણ હશે? ક્રિકેટ ચાહકની ટ્વિટનો જવાબ આપતા તેમણે એવું કહ્યું હતું કે, તમે મને વર્લ્ડકપમાં જરૂર જોશો. આનાથી વધારે બીજું હું શું કહી શકું. જોકે, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, એક ખેલાડી તરીકે તો નહીં પણ કોમેન્ટેટર તરીકે તે જરૂર જોવા મળી શકે છે.
ખાસ કોઈ પર્ફોમન્સ નથી
T20 વર્લ્ડકપ 2022માં તે ખાસ કોઈ પર્ફોમ કરી શક્યો ન હતો. 3 ઈનિંગ્સમાં 4.66ની એવરેજથી માત્ર 14 રન કરી શક્યો હતો. દિનેશ કાર્તિક આવા ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માંથી એને બહાર કરી દેવામાં આવ્યો હતો. સેમિફાઈનલ મેચમાં પણ તે પોતાની કોઈ જગ્યા બનાવી શક્યો ન હતો. એ પછી ભારતીય ક્રિકેટ ટીમમાંથી તેણે કોઈ પ્રકારનો મેચ રમ્યો ન હતો. તે જ્યારે પણ ટીમમાં હતો એ સમયે તે ખૂબ સારો વિકેટકિપર અને બેટ્સમેન રહ્યો હતો. અત્યાર સુધીમાં તે 60 T20 મેચ રમ્યો છે. જેમાંથી 26.38ની એવરેજથી 686 રન બનાવી શક્યો છે. જ્યારે ઈન્ડિયાની ટીમમાં રહીને તેણે 26 ટેસ્ટમેચ અને 94 વન ડે મેચ રમી છે.