- વર્લ્ડકપ 2023ની થઈ શરૂઆત
- ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ
- ઈંગ્લેન્ડના ઓપનર ન કરી શક્યા સારૂં પ્રદર્શન
વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ બેટિંગમાં કંઈ ખાસ કરી શકી નહતી. ઈંગ્લેન્ડે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 282 રન બનાવ્યા હતા.
માત્ર જો રૂટે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
ઈંગ્લેન્ડ તરફથી જો રૂટને બાદ કરતાં કોઈ બેટ્સમેન કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. રૂટે 86 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 77 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન બોસ બટલરે 2 ફોર અને 2 સિક્સની મદદથી 43 રન બનાવ્યા હતા. સાથે ઓપનિંગ કરવા આવેલા જોની બેરસ્ટોએ 33 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત કોઈ પણ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યા નહતા.
તમામ બેટ્સમેને ડબલ ડિજિટનો આંકડો પાર કર્યો
ઈંગ્લેન્ડની ટીમ માટે તમામ બેટ્સમેને ડબલ ડિજિટનો આંકડો પાર કર્યો, પરંતુ કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા નહીં. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા બેટ્સમેન ડેવિડ મલાને 14, હૈરી બ્રૂકે 25, મોઈન અલીએ 11, લિવિંગસ્ટોને 20, સેમ કરને 14, ક્રિસ વોક્સે 11, આદિલ રશિદે અણનમ 15 અને માર્ક વુડે અણનમ 13 રનની ઈનિંગ રમી હતી.
આવી રહી ન્યૂઝીલેન્ડની બોલિંગ
ન્યૂઝીલેન્ડ માટે ફાસ્ટ બોલર મૈટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે 10 ઓવરમાં 4.80ની ઈકોનોમીથી 48 રન આપ્યા હતા. આ ઉપરાંત મિચેલ સેન્ટરે 10 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી છે. સાથે ગ્લેન ફિલિપ્સે પણ 2 વિકેટ લીધી છે. ફિલિપ્સે આ દરમિયાન 3 ઓવરમાં 17 રન આપ્યા છે. સાથે ટ્રેંટ બોલ્ટ અને રચિન રવિન્દ્રએ 1-1 વિકેટ પોતાના નામે કરી છે.