• વનડે વર્લ્ડકપ 2023ની થઈ શરૂઆત
  • ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ મેચ
  • પ્રથમ મેચ પહેલાં બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયો

વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સાથે ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ દરમિયાન જણાવ્યું કે, બેન સ્ટોક્સ પ્લેઈંગ ઈલેવનથી બહાર છે. સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયા છે. સ્ટોક્સ વર્લ્ડકપની શરૂઆતમાં જ ઈજાગ્રસ્ત થયો છે. જે ઈંગ્લેન્ડ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. સ્ટોક્સ ટીમના અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી છે.

સ્ટોક્સને પ્રથમ મેચ પહેલાં ઈજાગ્રસ્ત થયો

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચમાં સ્ટોક્સ રમતો નથી. તે ઈજાગ્રસ્ત છે. કેપ્ટન બટલરે કહ્યું કે, તે આજની મેચમાં રમશે નહીં. બેન અત્યારે ઈજાગ્રસ્ત છે. સ્ટોક્સનું પ્રથમ મેચમાં ન રમવું અને ઈજાગ્રસ્ત થવું એ ઈંગ્લેન્ડ માટે મોટો ઝટકો છે. સ્ટોક્સ અનેક મેચમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. તે ઈંગ્લેન્ડ માટે મેચ વિનિંગ પરફોર્મન્સ કરનારો ખેલાડી છે. સ્ટોક્સની મેદાન પર વાપસીને લઈ હજુ કોઈ અપડેટ મળ્યું નથી.

સ્ટોક્સે 10 ઈનિંગમાં 546 રન બનાવ્યા

સ્ટોક્સે વર્લ્ડકપ 2019માં ઈંગ્લેન્ડ માટે ઓલરાઉન્ડ પરફોર્મ કર્યું હતું. તેમણે 10 ઈનિંગમાં 456 રન બનાવ્યા હતા. સ્ટોક્સે 5 ફિફ્ટી લગાવી હતી. સ્ટોક્સ અત્યાર સુધી 108 વનડે મેચ રમ્યો છે. આ દરમિયાન તેમણે 4 સદી અને 22 ફિફ્ટી લગાવી હતી. સ્ટોક્સે આ ફોર્મેટમાં 74 વિકેટ લીધી છે. તેનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રન આપીને 5 વિકેટ લેવાનું છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ઈંગ્લેન્ડ- જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રૂક, જોસ બટલર(કેપ્ટન/વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશિદ, માર્ક વુડ

ન્યૂઝીલેન્ડ- ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેંપમેન. જિમી નીશમ, મિચેલ સેન્ટર, મેટ હૈનરી અને ટ્રેંટ બોલ્ટ

  • Follow us on: