• અમદાવાદમાં વનડે વર્લ્ડકપની થઈ શરૂઆત
  • ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ
  • ભારતની વર્લ્ડકપ ટીમમાં શું છે નબળાઈ?

ભારતીય ક્રિકેટ ટીમ હંમેશા ચાહકોની અપેક્ષાઓ સાથે વર્લ્ડકપ રમવા મેદાને ઉતરે છે. ભારત એક એવો દેશ છે, જ્યાં ઘણો ક્રેઝ છે. ભારતે છેલ્લે વખત 2011માં મહેન્દ્ર સિંહ ધોનીના નૈતૃત્વમાં ICC વર્લ્ડકપ 2013ની ટ્રોફી જીતી હતી. જે બાદ ટીમ ઈન્ડિયા કોઈ પણ ICC ટ્રોફી જીતી શકી નથી અને સતત નોકઆઉટ મેચમાંથી બહાર થઈ રહી છે. હવે રોહિત શર્માના નૈતૃત્વમાં ભારતીય ટીમ પાસે ICC વર્લ્ડકપ 2023ની ટ્રોફી જીતવાની તક છે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બનશે મોટો પડકાર

આ વખતે ભારતીય ટીમ પાસે ક્વોલિટી પ્લેટર્સનું એક મોટું જૂથ છે અને આ તમામ બેટ્સમેનો ભારતની ધરતી પર જીતની ફોર્મ્યુલાની ગેરેન્ટી આપે છે. ભારતીય પિચો પર સ્પિનરોની ભૂમિકા પણ મહત્વની રહેશે અને ટીમમાં વર્લ્ડ ક્લાસ સ્પિન બોલર્સ છે. જેણે દરેક ઈવેન્ટમાં ખુદને સાબિત કર્યા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપનો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમના પડકારનો સામનો કરવો પડશે.

ભારતીય ટીમની તાકાત

ભારતીય ક્રિકેટ ટીમની તાકાત હંમેશા તેમની બેટિંગ માનવામાં આવે છે. ભારતીય ટીમ તેના પ્રતિસ્પર્ધીઓ માટે મોટા લક્ષ્યો નક્કી કરવા અને તેનો પીછો કરવામાં સક્ષમ છે. ભારતીય બેટ્સમેન ઘરઆંગણે કોઈપણ બોલિંગ ઓર્ડરને નષ્ટ કરી શકે છે. ટીમ પાસે રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના રૂપમાં મજબૂત ટોપ ઓર્ડર છે. રોહિતે છેલ્લી 4 વનડેમાં 3 ફિફ્ટી ફટકારી છે. તો શુભમન ગિલે પણ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની પ્રથમ 2 મેચમાં સતત ફિફ્ટી ફટકારી હતી. વિરાટે એશિયા કપમાં સદી અને ઓસ્ટ્રેલિયા સામે ફિફ્ટી ફટકારીને પણ પોતાનું શાનદાર ફોર્મ બતાવ્યું છે. સાથે અત્યારે ભારતીય ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પણ સારા ફોર્મમાં છે. રાહુલે એશિયા કપમાં પાકિસ્તાન સામે 1 સદી અને ઓસ્ટ્રેલિયા સામે 2 ફિફ્ટી ફટકારી છે. સાથે અય્યરે પણ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી હતી.

સ્પિન બોંલિગ ભારતીય ટીમની તાકાત

ભારતીય ટીમની સ્પિન બોલિંગ પણ તેની તાકાત છે અને તે ભારતીય પિચો પર બમણી થઈ જાય છે. કુલદીપ યાદવ દુનિયાના કોઈપણ બેટ્સમેનને પોતાના બોલથી હેરાન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની બોલિંગ જોડી સામે શ્રેષ્ઠ બેટ્સમેન પણ ઘૂંટણીએ આવી જાય છે. એશિયા કપની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાઝે પણ બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ઘૂંટણીએ લાવી દીધા હતા. ભારતની બોલિંગમાં જસપ્રીત બુમરાહ પણ શાનદાર ફોર્મમાં છે. આમ ભારતીય ટીમ દરેક ક્ષેત્રમાં મજબૂત લાગી રહી છે.

ભારતીય ટીમની નબળાઈ

ભારતીય ટીમના મોટાભાગના બેટ્સમેન જમણા હાથના બેટ્સમેન છે. જેથી ટીમ ડાબા હાથના બેટ્સમેનની ખોટ અનુભવી શકે છે. ભારતીય ટોપ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનની ગેરહાજરી એ ભારતીય ટીમ માટે મોટી નબળાઈ છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ 11માંથી બહાર રાખવામાં આવે તો ટીમમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર ડાબોડી બેટ્સમેન હશે અને તે પણ 7માં નંબર પર બેટિંગ કરવા આવશે. આ ઉપરાંત ટીમમાં લેગ સ્પિનરની ગેરહાજરી પણ મોટી નબળાઈ છે. યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક સમયથી તેની લેગ સ્પિન બોલિંગથી ભારત માટે સારું પ્રદર્શન કરી રહ્યો હતો. પરંતુ તે હવે ટીમની બહાર છે અને આ વર્લ્ડકપમાં ભારતને એક લેગ સ્પિનરની ખોટ પડી શકે છે.

ધોની-પંતની ખોટ અનુભવાશે

ટીમ ઈન્ડિયામાં એમએસ ધોની અને ઋષભ પંત નિયમિત વિકેટકીપર હતા, પરંતુ કેએલ રાહુલ અને ઈશાન કિશન નિયમિત વિકેટકીપર નથી. આવી સ્થિતિમાં ભારતને નિષ્ણાંત વિકેટકીપરની ખોટ પડી શકે છે. જો શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ 11માં સ્થાન મળે છે તો અશ્વિનને બહાર બેસવું પડી શકે છે. આવી સ્થિતિમાં ટીમમાં ઓફ સ્પિનનો અભાવ નબળાઈનો વિષય બની શકે છે. આ સાથે જો અશ્વિનને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવે છે અને શાર્દુલને બહાર કરવામાં આવે છે, તો ટીમને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની ખોટ પડી શકે છે. શાર્દુલે છેલ્લી 44 ODI મેચોમાં 6.24ના ઈકોનોમી રેટ સાથે સારું પ્રદર્શન કર્યું છે.

ટીમ ઈન્ડિયા માટે ખતરો

ભારતીય ક્રિકેટ ટીમ માટે સૌથી મોટો ખતરો સપાટ વિકેટ પર ઈંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોના બેટ્સમેનો બની શકે છે. આ બેટ્સમેન એવી પીચો પર સંઘર્ષ કરે છે જ્યાં ભારતીય સ્પિનર્સનો બોલ ફરે છે અને આ બેટિંગ ભારતીય સ્પિનરો માટે ઘાતક સાબિત થઈ શકે છે. વર્લ્ડકપ નોકઆઉટમાં ભારતીય ટીમનું અગાઉનું પ્રદર્શન પણ ખતરાની ઘંટડી વગાડે છે.

ટીમ ઈન્ડિયાના ખેલાડી પાસે તક

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ પાસે પોતાના પ્રથમ વર્લ્ડકપમાં જ મોટા મંચ પર પોતાનું નામ બનાવવાની તક છે. ગિલે ODI ફોર્મેટમાં 72.35ની એવરેજથી 1 હજાર 230 રન બનાવ્યા છે. ગિલ ઉપરાંત સૂર્યકુમાર યાદવ પાસે પણ T-20ની જેમ વનડેમાં મોટા મંચ પર પોતાનું નામ સાબિત કરવાની તક છે. સૂર્યાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની 2 વનડે મેચમાં 2 ફિફ્ટી ફટકારી હતી.

  • Follow us on: