- 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
- દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 9 મેચ રમશે
ભારતની મેજબાનીમાં ICC વર્લ્ડકપ 2023 શરૂ થશે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. વર્લ્ડકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ સૌથી મજબૂત દાવેદાર છે. ભારત વર્લ્ડકપની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે. આ બંને ટીમ વર્લ્ડકપની સૌથી સફળ ટીમ છે.
22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમશે મેચ
ભારત આ વર્લ્ડકપમાં કુલ 9 મેચ રમશે. જેમાં પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. ભારત પોતાની બીજી મેચ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન વિરુદ્ધ અને ત્રીજી મેચ પાકિસ્તાન વિરુદ્ધ 14 ઓક્ટોબરે રમશે. આ મેચ ખુબ રોમાંચક રહેશે. જે બાદ ભારત પોતાની ચોથી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ 19 ઓક્ટોબરે અને 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત પોતાની 5મી મેચ રમશે.
12 નવેમ્બરે ભારતની છેલ્લી મેચ
આ ઉપરાંત ભારત અને ઈંગ્લેન્ડની મેચ 29 ઓક્ટોબરે રમવામાં આવશે. ભારતની 7મી મેચ 2 નવેમ્બરે શ્રીલંકા વિરુદ્ધ રમવામાં આવશે, જ્યારે 8મી મેચ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 5 નવેમ્બરે રમવામાં આવશે. જે બાદ ભારત પોતાની છેલ્લી મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. જે બાદ ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમવામાં આવશે. આવી રીતે આગામી મહિનો વર્લ્ડકપના રોમાંચથી ભરેલો છે.