- 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
- ભારતીય ટીમ વર્લ્ડકપ રમવા માટે સંપૂર્ણ સજ્જ
- દિનેશ કાર્તિકે ભારતીય ટીમને લઈ આપ્યું નિવેદન
ભારતમાં 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની શરૂઆત થશે, ત્યારે ક્રિકેટ ફેન્સની નજર આ મેગા ટૂર્નામેન્ટ પર છે. આ તમામ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ માટે કેટલી તૈયાર છે, તેવો સવાલ ઉભો થયો છે. જેનો જવાબ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે આપ્યો છે. દિનેશ કાર્તિકનું માનવું છે કે, એક મહિના પહેલાં ભારતીય ટીમ પાસે જે લાઈન-અપને લઈ સવાલ હતા. તેના 90 ટકા જવાબ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં આપી દીધા છે.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા કેટલી તૈયાર?
ટીમ ઈન્ડિયા એશિયા કપ જીત્યા બાદ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝ 2-1થી જીત્યા બાદ આવી છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે, ભારતીય ટીમ આત્મવિશ્વાસ સાથે વર્લ્ડકપમાં આવશે. આ એક મોટી વાત છે. કારણ કે, એક બહુ-રાષ્ટ્ર ટૂર્નામેન્ટમાં જવા માટે ટીમમાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે.
દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન
દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયા અંગે કહ્યું કે, ભારતીય ટીમ અત્યારે આત્મવિશ્વાસથી સજ્જ છે. ભારત અત્યારે કોઈ પણ મેચ જીતી શકે છે. જે સારી વાત છે. કારણ કે, ગત 7-8 મેચમાં સિરાઝ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે. સાથે સિરાઝ અને બુમરાહ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. જે એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ છે. કારણ કે, ભારત ચેન્નઈમાં એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચમાં કાંઈ ખાસ કરવા ઉતરશે. એક મહિલા પહેલાં જે પ્રશ્નો હતો, તેના 90 ટકા જવાબ મળી ગયા છે.
ભારતને આ 2 ટીમ આપશે ટક્કર
કાર્તિક વિચારે છે કે, ગત વર્લ્ડકપ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ભારતીય ટીમને ટક્કર આપી શકે છે. તેમણે કહ્યું કે, મારા મતે ઈંગ્લેન્ડ ભારત માટે ખતરો બની શકે છે. કારણ કે, તે બહુ સારી અને શક્તિશાળી ટીમ છે. સાથે તે ગત 7-8 વર્ષથી સારૂં અને સકારાત્મક ક્રિકેટ રમે છે. ભારતીય ટીમને પાકિસ્તાન પણ ટક્કર આપી શકે છે. કારણ કે, પાકિસ્તાન પાસે સારા ફાસ્ટ બોલર છે. સાથે પાકિસ્તાન વિરુદ્ધ રમવા સમયે ભારતીય ટીમ પર સારૂં રમવાનું પ્રેશર પણ હશે.