- એશિયા કપમાં બંને ખેલાડીઓનું પરફોર્મન્સ રહ્યું શાનદાર
- પાંચ વનડેમાં વિરાટની બેટિંગે કર્યો છે કમાલ
- રોહિત શર્માએ પણ 4 અર્ધશતક બનાવ્યા છે
આ વખતે રમાઈ રહેલા વનડે વર્લ્ડ કપ 2023માં ભારતને પ્રબળ દાવેદારોમાંનું એક માનવામાં આવી રહ્યું છે. ભારતે વિશ્વકપથી પહેલા એશિયા કપનો ખિતાબ જીતીને પોતાનું સ્થાન વધારે મજબૂત કરી લીધું હતું. આ સાથે ટીમ માટે અનેક ખેલાડીઓના પરફોર્મન્સ પણ સારા રહ્યા છે. વિશ્વકપમાં રોહિત અને વિરાટ પર અનેક વાતો નિર્ભર રહેશે. જો કે બંને બેટ્સમેન વિશ્વ કપથી પહેલા સારું પ્રદર્શન કરતા જોવા મળ્યા છે.
રોહિત-વિરાટે વધારી આશા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના પરફોર્મન્સે વર્લ્ડ કપ જીતવાને લઈને ફેન્સને અનેક આશા આપી છે. આ સાથે એશિયાકપમાં પણ બંને ભારતીય દિગ્ગજ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. વિરાટ કોહલીના બેટથી શતક આવ્યું તો રોહિતે પણ શાનદાર ઈનિંગ રમી હતી.
પાંચ વન-ડેમાં કેવું રહ્યું રોહિત અને વિરાટનું પરફોર્મન્સ
રોહિત શર્માએ 4 અર્ધશતક બનાવ્યા
બંનેની છેલ્લી 5 વનડે ઈનિંગની વાત કરીએ તો રોહિત શર્માએ 4 અર્ઘશતક લગાવ્યા છે અને એક ઈનિંગમાં તે ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. છેલ્લી 5 ઈનિંગમાં રોહિત શર્માની બેટિંગની સરેરાશ 66ની રહી છે. તેઓએ એશિયા કપમાં પાકિસ્તાનની સામે 56 રનની ઈનિંગ રમી હતી. રોહિતે છેલ્લી પાંચ વનડે ઈનિંગમાં ક્રમશઃ 74*, 56, 53, 0 અને 81રન બનાવ્યા છે.
કેવું રહ્યું વિરાટનું પરફોર્મન્સ
કોહલીની 5 વનડે મેચની વાત કરીએ તો તેઓએ 59.75ની સરેરાશથી બેટિંગ કરી છે. છેલ્લી 5 વનડે ઈનિંગમાં કોહલીના બેટથી એક શતક આવ્યું જે તેઓએ એશિયા કપમાં પાકિસ્તાન સામે બનાવ્યું હતું. કોહલીએ છેલ્લી 5 વનડેમાં ક્રમશઃ 54, 4, 122*, 3 અને 56 રન બનાવ્યા હતા.
5 ઓક્ટોબરથી શરૂ થશે વિશ્વ કપ
ઉલ્લેખનીય છે કે ભારતની મેજબાની હેઠળ રમાતા વનડે વિશ્વ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. વર્લ્ડકપમાં ભારતીય ટીમ પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયાની સામે ચેન્નઈમાં રમશે.