- વર્લ્ડકપ બાદ રવિચંદ્રન અશ્વિન ક્રિકેટમાંથી લેશે સંન્યાસ
- 2023ની વર્લ્ડકપ અશ્વિનની છેલ્લી વર્લ્ડકપ સાબિત થશે
- અશ્વિને ઈન્ટરવ્યૂમાં સંન્યાસ લેવાની વાત કહી
ભારતની મેજબાનીમાં ICC વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્લ્ડકપ પહેલાં ભારતના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન ખુબ ચર્ચામાં રહ્યો છે. અશ્વિનની વર્લ્ડકપ ટીમમાં પસંદગી ન થઈ તે મોટો સવાલ બન્યો હતો. ફેન્સ માંગ કરી રહ્યા હતા કે, અશ્વિનને તક આપવી જોઈએ. છેલ્લે અક્ષર પટેલના ઈજાગ્રસ્ત થવા પર અશ્વિનને તક આપવામાં આવી છે. આ કડીમાં વર્લ્ડકપ પહેલાં રવિચંદ્રન અશ્વિને મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વર્ષ 2023ની વર્લ્ડકપ તેની છેલ્લી વર્લ્ડકપ હશે.
T-20 વર્લ્ડકપમાં નહીં મળે તક
ભારતના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને વર્લ્ડકપ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું કે, આ તેની છેલ્લી વર્લ્ડકપ છે. અશ્વિનના આ નિવેદનથી તેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે T-20 વર્લ્ડકપમાં રમવામાં આવશે, પરંતુ અશ્વિન લાંબા સમયથી ભારત માટે વર્લ્ડકપ રમ્યો નથી. જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, T-20 વર્લ્ડકપમાં અશ્વિનને તક આપવામાં આવશે નહીં. જેને લઈ અશ્વિને કહ્યું કે, આ વર્લ્ડકપ તેની છેલ્લી વર્લ્ડકપ સાબિત થશે.
"જિંદગીમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા"
અશ્વિને કહ્યું કે, મારૂં જિવન આશ્ચર્યવાળું છે. ઈમાનદારીથી કહું તો, ક્યારેય વિચાર્યું નહતું કે, જિંદગી આવી બનશે. પરિસ્થિતિઓએ એ સુનિશ્ચિત કર્યું કે, હું આજે અહીં છું. તેમણે આગળ કહ્યું કે, ટીમ કમિટિએ મારા પર વિશ્વાસ રાખ્યો છે. આ ટૂર્નામેન્ટમાં પ્રેશર સાથે લડવું એ સર્વોપરિ છે અને એ નક્કી કરશે કે, ટૂર્નામેન્ટ કેવી રહેશે. વધુમાં અશ્વિને કહ્યું કે, આ ટૂર્નામેન્ટ મારી જિંદગીની છેલ્લી ટૂર્નામેન્ટ બની શકે છે. જેથી હું આ ટૂર્નામેન્ટમાં આનંદ લેવા માંગુ છું.