- બીજી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં
- સ્ટોક્સે 163 બોલમાં શાનદાર 103 રનની ઇનિંગ રમી
- ઇંગ્લેન્ડના છ વિકેટે 330 રન, 179 રનની લીડ મેળવી
સુકાની બેન સ્ટોક્સે રમેલી કેપ્ટન ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે અહીં સાઉથ આફ્રિકા સામે રમાતી બીજી ટેસ્ટના બીજા દિવસે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. સાઉથ આફ્રિકાને પ્રથમ દિવસે જ 151 રનમાં સમેટયા બાદ ઇંગ્લેન્ડે બીજા દિવસના ત્રીજા તબક્કામાં છ વિકેટે 330 રન બનાવી લીધા હતા અને પ્રવાસી ટીમ સામે 179 રનની મજબૂત લીડ મેળવી લીધી હતી. આ સમયે બેન ફોકિસ 171 બોલમાં 72 તથા સ્ટુઅર્ટ બ્રોડ છ રન બનાવીને રમી રહ્યા હતા.














