• રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
  • જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ
  • દિલ્હી કેપિટલ્સમાં એનરિક નોર્કિયાની વાપસી

IPL 2024ની 9મી મેચમાં ગુરુવારે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે. મેચ પહેલા દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર આવ્યા છે. ફાસ્ટ બોલર એનરિક નોર્કિયાની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે DC સામે રાજસ્થાન રોયલ્સ રિયાન પરાગને જ નંબર 4 પર મોકલી શકે છે. છેલ્લી મેચમાં, તે ઉપરના ક્રમમાં આવ્યો હતો અને તેણે શાનદાર બેટિંગ કરી હતી. અગાઉ તે RR માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે.

દિલ્હી પ્રથમ જીતની તલાશ

ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ અત્યાર સુધી 1-1 મેચ રમી છે. દિલ્હીને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સે ઋષભ પંતની કેપ્ટનશીપવાળી ટીમને 4 વિકેટથી હરાવ્યું હતું. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને વિજયી શરૂઆત કરી હતી. RRએ LSGને 20 રનથી હરાવ્યું હતું.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, એનરિક નોર્કિયા, ખલીલ અહેમદ.

રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.

  • Follow us on: