• ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • ફેન્સે લગાવ્યા કોહલી નામના નારા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપની 9મી મેચ રમાઈ રહી છે. આ મેચ શરૂ થયા પહેલાં ફેન્સને ફરી એક વખત વિરાટ કોહલી અને નવીન ઉલ-હકની લડાઈ યાદ આવી છે. આ મેચ કોહલીના હોમ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. જેથી ફેન્સે નવીન ઉલ-હક સામે કોહલીના નામના નારા લગાવ્યા છે. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલાં પણ ફેન્સે નવીન ઉલ-હકને ગુસ્સો અપાવ્યો હતો

વિરાટ કોહલી અને નવીન ઉલ-હકની લડાઈ IPL દરમિયાન થઈ હતી. બંને વચ્ચેની લડાઈના સમાચાર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. આ લડાઈ બાદથી ફેન્સ કોહલી અને નવીન ઉલ-હકના આમને-સામને આવવાની રાહ જોતા હતા. આ પહેલાં પણ અફઘાનિસ્તાન વર્લ્ડકપની પ્રથમ મેચ રમ્યું હતું, ત્યારે વિરાટ કોહલીના ફેન્સે તેને ગુસ્સો અપાવવાનો પ્રયાસ કર્યો હતો.


કોહલીના ઘર પર છે મેચ

વર્લ્ડકપ 2023ની 10મી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચ જીતવા માટે બંને ટીમ મહેનત કરી રહી છે. અફઘાનિસ્તાને આ મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય ટીમ ફરી એક વખત ટાર્ગેટનો પીછો કરતી જોવા મળી રહી છે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આવી સ્થિતિમાં પહેલાંથી જ આશા હતી કે, અહીં કોહલી અને નવીન ઉલ-હકની લડાઈને લઈ ફેન્સ રિએક્શન આપશે.

  • Follow us on: