• ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • આજની મેચમાં રોહિત શર્મા બનાવી શકે ખાસ રેકોર્ડ

વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી લીગ મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. જેમાં ક્રિસ ગેલનું કારનામું પણ સામેલ છે.

ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી શકે રોહિત શર્મા

રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ બેટ્સમેન ક્રિસ ગેલના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ તોડી શકે છે. રોહિતના નામે અત્યારે 551 સિક્સ છે અને તે ક્રિસ ગેલથી માત્ર 2 સિક્સ દૂર છે. ગેલના નામે 553 સિક્સ ફટકારવાનો રેકોર્ડ છે. જો રોહિત 3 સિક્સ ફટકારશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો ખેલાડી બનશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા ખેલાડી

ખેલાડી ટીમ સિક્સ
ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝ 553
રોહિત શર્મા ભારત 551
શાહીદ અફરીદી પાકિસ્તાન 476
બ્રેંડમ મેકુલ્લમ ન્યૂઝીલેન્ડ 398
માર્ટિન ગુપ્ટિલ ન્યૂઝીલેન્ડ 383

ડેવિડ વોર્નરના રેકોર્ડની કરશે બરાબરી

ભારતીય કેપ્ટન પાસે વનડે વર્લ્ડકપમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારા ખેલાડી ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરવાની તક છે. રોહિતે 18 ઈનિંગમાં 976 રન બનાવ્યા છે અને ડેવિડ વોર્નરની બરાબરી કરવા માટે રોહિતને માત્ર 24 રનની જરૂર છે.

બીજી જીત મેળવવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2023ના પ્રથમ મેચમાં ભારતીટ ટીમની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત થઈ હતી. આ સાથે ટીમે 2 પોઈન્ટ પણ પ્રાપ્ત કર્યા હતા. જો ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવશે, તો ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર પહોંચી શકે છે. અત્યારે પોઈન્ટ ટેબલ પર નંબર વન પર ન્યૂઝીલેન્ડની ટીમ છે.

  • Follow us on: