• ભારતીય ટીમ દિલ્હી પહોંચી
  • અફઘાનિસ્તાન વિરુદ્ધ ટીમ ઈન્ડિયા દિલ્હીમાં રમશે મેચ
  • 11 ઓક્ટોબરે બંને દેશ વચ્ચે રમાશે મેચ

ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાની બીજી મેચ માટે દિલ્હી પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાની બીજી મેચ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સાથે રમવામાં આવશે. વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમ 6 વિકેટે જીત મેળવવામાં સફળ રહી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતે 10 ઓવરની અંદર તેની પ્રથમ ત્રણ મોટી વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઈનિંગ સંભાળી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગિલ વિના ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી

શુભમન ગિલ અફઘાનિસ્તાન સામે રમાનારી બીજી મેચમાં રમશે નહીં. જેથી શુભમન ગિલ વિના ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી છે. ભારતનો યુવા ઓપનર શુભમન ગિલ અત્યારે બીમાર છે. BCCIએ સોમવારે પુષ્ટિ કરી હતી કે, ગિલ ચેન્નાઈમાં જ રહેશે. અફઘાનિસ્તાન સામેની મેચ માટે તે ભારતીય ટીમ સાથે દિલ્હી જશે નહીં.

BCCI શું કહ્યું હતું?

BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું, 'ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગિલ 9 ઓક્ટોબર 2023ના રોજ પોતાના સાથી ખેલાડીઓ સાથે દિલ્હી જશે નહીં. ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડકપની પ્રથમ મેચમાં ન રમનારો યુવા બેટ્સમેન આગામી મેચમાં પણ રમશે નહીં.

અફઘાનિસ્તાનની ટીમ 11 ઓક્ટોબરે દિલ્હી પહોંચશે

મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનની ટીમ 11 ઓક્ટોબરે દિલ્હી પહોંચશે, જ્યારે ગિલ ચેન્નાઈમાં રહેશે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. ગિલની ગેરહાજરીમાં ભારતીય ટીમ પોતાની અગાઉની પ્લેઈંગ ઈલેવન સાથે અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકે છે.

અફઘાનિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસકેપ્ટન), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાઝ

  • Follow us on: