- ભારત હવે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે મેચ
- દિલ્હીમાં બંને ટીમ આવશે આમને-સામને
- 11 ઓક્ટોબરે બંને ટીમ વચ્ચે રમવામાં આવશે મેચ
વર્લ્ડકપ 2023માં ભારત બીજી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે. આ મેચ 11 ઓક્ટોબરે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. હવે ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી માત્ર 3 વનડે મેચ રમવામાં આવી છે. જેમાંથી 2 મેચમાં ભારતની જીત થઈ છે, જ્યારે ત્રીજી મેચ ડ્રો રહી હતી. હવે ફરી એક વખત ભારત અને અફઘાનિસ્તાન આમને-સામને આવશે.
પ્રથમ મેચ માર્ચ 2014માં રમાઈ હતી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ માર્ચ 2014માં રમવામાં આવી હતી. મીરપુરમાં રમવામાં આવેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાની 8 વિકેટે જીત થઈ હતી. સાથે બીજી મેચ સપ્ટેમ્બરે 2018માં રમવામાં આવી હતી. આ મેચ ડ્રો રહી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે મેચ જૂન 2019માં રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમની 11 રને જીત થઈ હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 224 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 213 રન પર ઓલઆઉટ થઈ હતી.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમની થઈ જીત
ઉલ્લેખનીય છે કે, ભારત વર્લ્ડકપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની 6 વિકેટ જીત થઈ હતી. હવે ભારતીય ટીમ આગામી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે. જે બાદ ભારત અને પાકિસ્તાનની મેટ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ભારતીય ટીમ સેમીફાઈનલ પહેલાં છેલ્લી મેચ નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. આ મેચ 12 નવેમ્બરે બેંગ્લોરમાં રમવામાં આવશે.