• આજે એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઈનલ મેચ
  • ભારતીય ટીમ ગોલ્ડ મેડલ મેળવવા મેદાનમાં ઉતરશે
  • મહિલા ક્રિકેટ ટીમે મેળવ્યો ગોલ્ડ મેડલ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ગોલ્ડ મેડલ મેચમાં 18.2 ઓવર બાદ વરસાદ આવ્યો હતો. જેથી મેચને રદ કરીને ભારતને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. આ મેચમાં ભારતની બેટિંગ આવી નથી અને 18.2 ઓવર સુધીમાં અફઘાનિસ્તાને 1 વિકેટના નુકસાને 112 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે સૌથી વધુ 43 બોલ અણનમ 49 રન શાહિદુલ્લાહ કમાલે કર્યા બતા. સાથે અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નાયબે 24 બોલ પર અણનમ 27 રન કર્યા હતા. આ ઉપરાંત અફસર જજઈએ 20 બોલમાં 15, જુબૈદ અકબરીએ 8 બોલમાં 5, મોહમ્મદ શહઝાદે 6 બોલમાં 4, નૂર અલી જાદરાને 4 બોલમાં 1 અને કરીમ જનતે 5 બોલમાં 1 રન કર્યો હતો. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, અર્શદીપ સિંહે 3 ઓવર નાખી છે. જેમાં અર્શદીપે 17 રન આપીને 1 વિકેટ લીધી છે.સાથે શિવમ દૂબેએ એક ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ, રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ, શાહબાઝ અહમદે 3.2 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં 23 અને સાંઈ કિશોરે 4 ઓવરમાં 26 રન આપ્યા છે.

અફઘાનિસ્તાનની ઈનિંગ

109/5 (18 ઓવર)- ગોલ્ડ મેડલ માટે રમાતી એશિયન ગેમ્સની ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 100 રનનો આંકડો પાર કર્યો છે.  ભારત માટે આ ઓવર અર્શદીપ સિંહે નાખી છે. જેમાં અર્શદીપે એક સિક્સ સાથે 11 રન આપ્યા છે. 

95/5 (17 ઓવર)- સાંઈ કિશોર પોતાની અંતિમ અને ઈનિંગની 17મી ઓવરમાં થોડો મોંઘો સાબિત થયો છે. આ ઓવરમાં સાંઈ કિશોરે 1 સિક્સ સાથે 9 રન આપ્યા છે.

89/5 (16 ઓવર)- ભારત માટે રવિ બિશ્નોઈએ ફરી એક સફળ ઓવર નાખી છે. આ ઓવરમાં રવિ બિશ્નોઈએ માત્ર 3 રન આપ્યા છે. 

86/5 (15 ઓવર)- સાંઈ કિશોરે ભારત માટે ઓવર નાખી છે. આ ઓવરમાં સાંઈ કિશોરે 1 ફોર સાથે 6 રન આપ્યા છે. અત્યારે અફઘાનિસ્તાન માટે શાહિદુલ્લાહ કમાલ અને અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નાયબ બેટિંગ કરી રહ્યા છે.

80/5 (14 ઓવર)- શાહબાઝ અહમદ બાદ વોશિંગ્ટન સુંદરની ઓવરમાં પણ અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ મોટો શોટ ફટકાર્યા છે. આ ઓવરમાં અફઘાનિસ્તાનના બેટ્સમોનેએ એક ફોર સાથે 10 રન લીધા છે.

70/5 (13 ઓવર)- શાહબાઝ અહમદે ભારત માટે ઓવર નાખી છે. આ ઓવરમાં શાહબાઝ અહમદ થોડો મોંઘો સાબિત થયો છે. અફઘાનિસ્તાનના બેટ્સમેને આ ઓવરમાં એક સિક્સ અને 1 ફોર સાથે 11 રન લીધા છે. 

59/5 (12 ઓવર)- અફઘાનિસ્તાનના બેટ્સમેન ગોલ્ડ મેડલ માટેની મેચમાં રન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભારત માટે રવિ બિશ્નોઈએ ઓવર નાખી છે. જેમાં રવિ બિશ્નોઈએ માત્ર 6 રન આપ્યા છે. અગાઉ રવિ બિશ્નોઈએ પોતાની 2 ઓવરમાં માત્ર 3 રન આપીને 1 વિકેટ લીધી હતી.

53/5 (11 ઓવર)- અફઘાનિસ્તાનને ઈનિંગની 11મી ઓવમાં 5મો ઝટકો લાગ્યો છે. આ ઓવર ભારત તરફથી શાહબાઝ અહમદે નાખી છે. જેમાં શાહબાઝે માત્ર 3 રન આપ્યા છે. સાથે 5 બોલમાં 1 રન કરનારા કરીમ જનતને આઉટ કર્યો છે. હવે અફઘાનિસ્તાન માટે શાહિદુલ્લાહ કમાલ 25 બોલમાં 26 અને ગુલબદીન નાયબે 4 બોલમાં 4  રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

50/4 (10 ઓવર)- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે રમાતી મેચમાં 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 10 ઓવર બાદ અફઘાનિસ્તાને 4 વિકેટના નુકસાને 48 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનનો અફસર જજઈ 20 બોલ પર 15 રન કરીને આઉટ થયો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે શાહિદુલ્લાહ કમાલ 21 બોલ પર 22 રન કરીને અને કરીમ જનત 1 બોલ પર શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, ભારત માટે અર્શદીપ સિંહે 2 ઓવર નાખી છે. જેમાં અર્શદીપે માત્ર 6 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે શિવમ દૂબેએ 1 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરે 2 ઓવરમાં 13, સાંઈ કિશોરે 2 ઓવરમાં 11,શાહબાઝ અહમદે 1 ઓવરમાં 11 અને રવિ બિશ્નોઈએ 2 ઓવરમાં 3 રન આપીને 1 વિકેટ લીધી છે.
47/3 (9 ઓવર)- સાંઈ કિશોરે પોતાની બીજી અને ઈનિંગની 9મી ઓવર નાખી છે. આ ઓવરમાં સાંઈ કિશોર થોડો મોંઘો સાબિત થયો છે. સાંઈ કિશોરની આ ઓવરમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓએ એક ફોર સાથે 8 રન લીધા છે. 

39/3 (8 ઓવર)- રવિ બિશ્નોઈએ ભારત માટે 8મી અને પોતાની પ્રથમ ઓવર નાખી છે. આ ઓવરમાં અફઘાનિસ્તાનના બેટ્સમેન રન લેવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. રવિ બિશ્નોઈએ પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 1 રન આપ્યો છે. 

38/3 (7 ઓવર)- શાહબાઝ અહમદે પોતાની પ્રથમ અને ઈનિંગની 7મી ઓવર નાખી છે. આ ઓવરમાં શાહબાઝ અહમદ ખુબ મોંઘો સાબિત થયો છે. અહમદે આ ઓવરમાં 1 વાઈડ અને 1 સિક્સ સાથે 11 રન આપ્યા છે.

27/3 (6 ઓવર)- વોશિંગ્ટન સુંદર પોતાની બીજી ઓવરમાં થોડો મોંઘો સાબિત થયો છે. સુંદરે આ ઓવરમાં 2 ફોર સાથે 11 રન આપ્યા છે.

16/3 (5 ઓવર)-સાંઈ કિશોરે પોતાની પ્રથમ અને ઈનિંગની 5મી ઓવર નાખી છે. આ ઓવરમાં સાંઈ કિશોરે માત્ર 3 રન આપ્યા છે.

13/3 (4 ઓવર)- વોશિંગ્ટન સુંદરની ઓવરમાં ભારતને ત્રીજી સફળતા મળી છે.  આ ઓવરમાં 4 બોલમાં 1 રન કરનારો અફઘાનિસ્તાનનો ખેલાડી નૂલ અલી જાદરાન રન આઉટ થયો છે. જેથી હવે શાહિદુલ્લાહ કમાલ અને અફસર જજઈ અફઘાનિસ્તાન માટે બેટિંગ કરી રહ્યા છે.

10/2 (3 ઓવર)- ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ભારતને બીજી સફળતા અપાવી છે. અર્શદીપે પોતાની બીજી ઓવરમાં 6 બોલમાં 4 રન કરનારા અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદને આઉટ કર્ચો છે. આ ઓવરમાં અર્શદીપે એક વિકેટ લેવા સાથે 5 રન પણ આપ્યા છે.

5/1 (2 ઓવર)- શિવમ દૂબેએ પોતાની પ્રથમ ઓવરમાં જ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. શિવમે 8 બોલમાં 5 રન કરનારા અફઘાનિસ્તાનના ઓપનર જુબૈદ અકબરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે અફઘાનિસ્તાન માટે મોહમ્મદ શહઝાદ અને નૂર અલી જાદરાન બેટિંગ કરી રહ્યા છે. આ ઓવરમાં શિવરે એક વિકેટ લેવા સાથે 4 રન પણ આપ્યા છે.

1/0(1 ઓવર)- અફઘાનિસ્તાન માટે જુબૈદ અકબરી અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદે ઓપનિંગ કર્યું છે, જ્યારે ભારત તરફથી અર્શદીપ સિંહે પ્રથમ ઓવર નાખી છે. આ ઓવરમાં અર્શદીપ સિંહે માત્ર 1 રન આપ્યો છે.


ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

એશિયન ગેમ્સમાં ક્રિકેટની ફાઈનલ મેચમાં ભારતે ટોસ જીત્યો છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને અફઘાનિસ્તાનની ટીમની સીધી ક્વાર્ટર ફાઈનલમાં મેચમાં એન્ટ્રી થઈ હતી. જે બાદ બંને ટીમ ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલ મેચ જીતીને આજે ફાઈનલમાં આમને-સામને આવી છે. આજની મેચમાં જીતનારી ટીમની ગોલ્ડ મેડલ મળશે, જ્યારે મેચ હારનારી ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે.

એશિયન ગેમ્સમાં ક્રિકેટની ફાઈનલ મેચ શરૂ થયા પહેલાં વરસાદ આવ્યો છે. જેથી મેદાન કવર્સથી ઢાંકવામાં આવ્યું છે. સાથે ટોસ કરવામાં પણ વિલંબ થયો છે. વરસાદ બંધ થયા બાદ એશિયન ગેમ્સની ફાઈનલ મેચ માટે ટોસ કરવામાં આવશે.

એશિયન ગેમ્સ 2023માં પુરુષ ક્રિકેટ ટીમ આજે અફઘાનિસ્તાન વિરુદ્ધ ફાઈનલ મેચ રમશે. આ મેચ જીતીને ભારતીય ટીમ ગોલ્ડ મેડલ મેળવવાનો પ્રયાસ કરશે. આ મેચ ચાઈનના હાંગઝોઉમાં ઝેજિયાંગ યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજી પિંગફેંગ ક્રિકેટ ફીલ્ડમાં રમવામાં આવશે.

સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું

ભારતે એશિયન ગેમ્સ 2023 પુરુષ ક્રિકેટ ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ પહેલાં ઋતુરાજ ગાયકવાડના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટરફાઈનલ મેચમાં નેપાળને 23 રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

જયસ્વાલે સદી ફટકારી હતી

નેપાળ વિરુદ્ધ ક્વાર્ટરફાઈનલ મેચમાં ભારત માટે ઓપનર યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. સાથે બાંગ્લાદેશ વિરુદ્ધ સેમીફાઈનલ મેચમાં તિલક વર્માએ 26 બોલ પર અણનમ 55 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ મેચમાં સ્પિનર સાંઈ કિશોરે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી હતી.

ભારત-અફઘાનિસ્તાન T-20 હેડ ટૂ હેડ

પુરુષ T-20 મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 4 મેચ રમવામાં આવી છે. આ તમામ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. આ બંને ટીમ છેલ્લી T-20 મેચ 2022માં એશિયા કપમાં રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની 101 રને જીત થઈ હતી.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ(કેપ્ટન), તિલક વર્મા, જિતેશ શર્મા(વિકેટકીપર), શિવમ દૂબે, રિંકૂ સિંહ, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, સાંઈ કિશોર, અર્શદીપ સિંહ,

અફઘાનિસ્તાન- જુબૈદ અકબરી, મોહમ્મદ શહઝાદ(વિકેટકીપર), નૂર અલી જાદરાન,શાહિદુલ્લાહ કમાલ, અફસર જજઈ, કરીમ જનત, ગુલબદીન નાયબ(કેપ્ટન), શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, ફરીદ અહમદ મલિક, ઝહીર ખાન


  • Follow us on: