• ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • શમીને સ્થાન ન મળતાં ફેન્સ રોષે ભરાયા

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં પોતાની બીજી મેચ આજે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમી રહી છે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે આ મેચમાં માત્ર એક ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ભારતીય ફેન્સ રોષે ભરાયા છે. કારણ કે, ફેન્સને આશા હતી કે, અફઘાનિસ્તાન વિરુદ્ધ મોહમ્મદ શમીને તક આપવાની જરૂર હતી.

મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક લીધી હતી

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2019માં મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. ભારતના પૂર્વ બોલર ચેતન શર્મા બાદ મોહમ્મદ શમી એકમાત્ર એવો બોલર છે. જેણે વર્લ્ડકપમાં હેટ્રિક લીધી છે. શમીએ આ હેટ્રિક અફઘાનિસ્તાન વિરુદ્ધ લીધી હતી. જેથી ભારતીય ફેન્સને આશા હતી કે, દિલ્હીની પિચ પર રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ મોહમ્મદ શમીને તક મળી શકે છે, પરંતુ એવું થયું નથી.

શાર્દુલ ઠાકુરને આપવામાં આવી તક

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ સમયે જણાવ્યું કે, ટીમમાં અશ્વિનની જગ્યાએ શાર્દુલને તક મળી છે. જે બાદથી મોહમ્મદ શમીના ફેન્સ રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવી રહ્યા છે કે, મોહમ્મદ શમીએ ગત વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક લીધી હતી, પરંતુ આમ છતાં તેને રમવાની તક આપવામાં આવી નથી.



અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંદ પસંદ કરી

આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં થયેલા વર્લ્ડકપ મેચમાં સાઉથ આફ્રિકાએ વર્લ્ડકપના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે પણ 300થી વધુ રન બનાવ્યા હતા. આ મેચમાં કુલ 754 રન બન્યા હતા. આ દરમિયાન 74 ફોર અને 31 સિક્સ પણ લાગી હતી.

  • Follow us on: