• ભારતે નેપાળને 10 વિકેટ હરાવી સુપર-4માં સ્થાન મેળવ્યું
  • ભારતીય ટીમની ફિલ્ડિંગમાં ઘણી નબળી જોવા મળી હતી
  • ટીમના કેપ્ટન રોહિત શર્મા ફિલ્ડિંગથી નાખુશ દેખાયા છે
એશિયા કપ 2023માં ભારતીય ટીમે નેપાળને 10 વિકેટે હરાવ્યું. પરંતુ આ મેચમાં ભારતની ફિલ્ડિંગ ઘણી નબળી રહી હતી. ભારતીય ખેલાડીઓએ કેચ છોડવા ઉપરાંત મિસ-ફિલ્ડ પણ કર્યા હતા. મેચ બાદ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ અંગે નિવેદન આપ્યું છે.


કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની અણનમ અડધી સદીની મદદથી ભારતે સોમવારે ગ્રુપ Aની મેચમાં નેપાળને 10 વિકેટે હરાવીને એશિયા કપના સુપર-4માં ક્વોલિફાય કરી લીધું છે. નેપાળે પહેલા બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા. તે સમયે ટીમનો સ્કોર 2.1 ઓવરમાં કોઈપણ વિકેટના નુકસાન વગર 17 રન હતો અને જ્યારે લાંબા વિરામ બાદ રમત ફરી શરૂ થઈ ત્યારે DLS મેથડ મુજબ 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ બનાવામાં આવ્યો હતો. ભારતે આ ટાર્ગેટ 21મી ઓવરમાં મેળવી લીધો હતો. આ મેચમાં ભારતની ફિલ્ડિંગ ઘણી નબળી જોવા મળ હતી.

કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું?
ભારતીય ટીમની જીત બાદ પણ ટીમના કેપ્ટન રોહિત શર્મા ફિલ્ડિંગથી નાખુશ દેખાતા હતા. મેચ બાદ ઈન્ટરવ્યુમાં ભારતીય કેપ્ટને કહ્યું- આજે બોલિંગ સારી હતી પરંતુ ફિલ્ડિંગ ખરાબ હતી, આપણે તેને સુધારવાની જરૂર છે. ભારતે પહેલી 5 ઓવરમાં નેપાળના બેટ્સમેનોને ત્રણ જીવનદાન આપ્યા હતા. શ્રેયસ અય્યરે પહેલી ઓવરમાં, વિરાટ કોહલીએ બીજી ઓવરમાં અને ઈશાન કિશને પાંચમી ઓવરમાં કેચ છોડ્યા હતા.

મારી બેટિંગથી ખુશ નથી: રોહિત
ભારતીય કેપ્ટને નેપાળ સામે 59 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 સિક્સર પણ ફટકારી હતી. આ ઇનિંગ બાદ પણ રોહિતનું કહેવું છે કે તે ખુશ નથી. તેણે કહ્યું- હું આ ઇનિંગથી ખુશ નથી, શરૂઆતમાં થોડી નર્વસનેસ હતી પરંતુ એકવાર મારું વિઝન સેટ થઈ ગયું, હું ટીમને લક્ષ્ય સુધી લઈ જવા માંગતો હતો.

પાકિસ્તાન સાથે ફરી અથડામણ
એશિયા કપમાં ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાન સામે ટકરાશે. 10 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને ટીમો ટકરાશે. ભારત સામેની ગ્રુપ રાઉન્ડની મેચ અનિર્ણિત રહી જતાં પાકિસ્તાને જ સુપર-4માં જગ્યા બનાવી લીધી હતી. હવે ભારત પણ ત્યાં પહોંચી ગયું છે.

  • Follow us on: