- ભારત-નેપાળની મેચમાં ભારતની શાનદાર જીત
- ભારત-પાકિસ્તાન સુપર-4માં ક્વોલિફાય થયા
- ઈન્ડિયાને હવે ત્રણ સુપર-4 મેચ રમવાની તક મળશે
એશિયા કપ 2023માં ભારતની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ ભારતીય ટીમે બીજી મેચ જીતીને સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ નેપાળ સામેની મેચ ડકવર્થ લુઈસ નિયમ અનુસાર 10 વિકેટે એકતરફી જીતી લીધી હતી. પાકિસ્તાન પહેલા જ ગ્રુપ-Aમાંથી પહેલા રાઉન્ડમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યું હતું, જ્યારે હવે ભારત પણ પહોંચી ગયું છે. બંને ટીમો વચ્ચે ફરી એકવાર 10 સપ્ટેમ્બરે મેચ જોવા મળશે.
એશિયા કપ 2023માં, બાંગ્લાદેશની ટીમનું ગ્રુપ-Bમાંથી સુપર-4માં સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 5 સપ્ટેમ્બરે રમાનારી મેચ સાથે અન્ય ટીમનો નિર્ણય લેવામાં આવશે. આ પછી 6 સપ્ટેમ્બરે, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં સુપર-4ની પહેલી મેચ પાકિસ્તાન અને ગ્રુપ-Bમાં બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે રમાશે.
ગ્રુપ Bમાં નેટ રન રેટ મહત્વપૂર્ણ બની શકે છે
જો આપણે ગ્રુપ Bના પોઈન્ટ ટેબલમાં સ્થાન પર નજર કરીએ તો, બાંગ્લાદેશ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને હોવા છતાં સુપર-4 માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. આ સાથે જ નંબર વન પર રહેલી શ્રીલંકા પર બહાર થવાનો ખતરો છે. જો શ્રીલંકા અફઘાનિસ્તાન સામે મોટા માર્જિનથી હારી જશે તો તે નેટ રન રેટના આધારે ક્વોલિફાય કરી શકશે નહીં. હાલમાં, શ્રીલંકાની નેટ રન રેટ 0.951 છે જ્યારે અફઘાનિસ્તાનનો -1.780 છે.
સુપર-4માં ભારતીય ટીમનું શેડ્યૂલ આ પ્રકારનું રહેશે
ભારતીય ટીમને હવે ત્રણ સુપર-4 મેચ રમવાની તક મળશે. જેમાં ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. આ પછી ટીમ 12 સપ્ટેમ્બરે બીજી મેચમાં ગ્રુપ Bની નંબર વન ટીમ સામે ટકરાશે. ભારત તેની છેલ્લી મેચ 15 સપ્ટેમ્બરે ગ્રુપ Bમાં બીજા સ્થાને રહેલી ટીમ સામે રમશે.
એશિયા કપ 2023 પોઈન્ટ્સ ટેબલ ગ્રુપ Aની લેટેસ્ટ અપડેટ
બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ ગ્રુપ-Aમાં ટોપ પર છે. પહેલી મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું અને નેટ રન રેટમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. આ પછી તેમની બીજી મેચ ભારત સામે હતી, જે વરસાદના કારણે બહાર ધોવાઈ ગઈ હતી. પાકિસ્તાન 3 પોઈન્ટ અને +4.760 ના ઉત્તમ નેટ રન રેટ સાથે સુપર-4 માટે ક્વોલિફાય થયું.
બીજી તરફ ભારતની વાત કરીએ તો પાકિસ્તાન સામેની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ ભારતે DLSના આધારે નેપાળ સામે 10 વિકેટે મોટી જીત નોંધાવી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલનું નેપાળ સામે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયા 3 પોઈન્ટ અને +2.689ના નેટ રન રેટ સાથે બીજા ક્રમે રહી અને સુપર-4ની ટિકિટ મેળવી.
| ટીમ | મેચ | જીત | હાર | ડ્રો | નો રિઝલ્ટ | પોઈન્ટ્સ | નેટ રનરેટ |
| પાકિસ્તાન | 2 | 1 | 0 | 0 | 1 | 3 | +4.760 |
| ભારત | 2 | 1 | 0 | 0 | 1 | 3 | +2.689 |
| નેપાળ | 2 | 0 | 2 | 0 | 0 | 0 | -3.629 |
એશિયા કપ 2023 પોઈન્ટ ટેબલ ગ્રુપ-Bની લેટેસ્ટ અપડેટ
હાલમાં બાંગ્લાદેશની ટીમ ગ્રુપ-Bમાંથી સુપર-4માં પહોંચવામાં સફળ રહી છે. શ્રીલંકા સામે પહેલી મેચ હાર્યા બાદ શાકિબ અલ હસનની ટીમને ચોક્કસપણે મોટો ફટકો પડ્યો હતો, પરંતુ તેણે અફઘાનિસ્તાન સામે જોરદાર વાપસી કરી હતી અને 89 રનથી જીત મેળવી હતી. બાંગ્લાદેશ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આજે એટલે કે 5 સપ્ટેમ્બરે સુપર-4ની અંતિમ ટીમ શ્રીલંકા અને નેપાળની મેચ દ્વારા નક્કી કરવામાં આવશે. જો શ્રીલંકા જીતશે તો તે ગર્વથી 4 પોઈન્ટ સાથે સુપર-4માં પ્રવેશ કરશે. જો અફઘાનિસ્તાને સુપર-4માં પહોંચવું હોય તો તેને મોટી જીત નોંધાવવી જરૂરી છે.
| ટીમ | મેચ | જીત | હાર | ડ્રો | નો રિઝલ્ટ | પોઈન્ટ્સ | નેટ રનરેટ |
| શ્રીલંકા | 1 | 1 | 0 | 0 | 0 | 2 | +0.951 |
| બાંગ્લાદેશ | 1 | 1 | 1 | 0 | 0 | 2 | +0.373 |
| અફઘાનિસ્તાન | 1 | 0 | 1 | 0 | 0 | 0 | -1.780 |