- 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
- ભારતમા ંયોજાશે વર્લ્ડકપ
- વર્લ્ડકપને લઈ ગ્લેન મેકગ્રાએ કરી ભવિષ્યવાણી
ભારતમાં 5 ઓક્ટોબરથી ICC વનડે વર્લ્ડકપ શરૂ થશે. પ્રથમ વખત ભારત સમગ્ર વર્લ્ડકપના મેચની મેજબાની કરશે. જેથી દેશના 10 શહેરમાં તમામ મેચ રમવામાં આવશે. આ મેગા ઈવેન્ટ શરૂ થવામાં હવે 2 મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે, ત્યારે અનેક પૂર્વ દિગ્ગજ ખેલાડી આ ટુર્નામેન્ટને લઈ ભવિષ્યવાણી કરી રહ્યા છે. આ કડીમાં હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ગ્લેન મેકગ્રાનું નામ પણ જોડાયું છે. ગ્લેન મેકગ્રાએ વર્લ્ડકપને લઈ ભવિષ્યવાણી કરી છે. જેમાં તેમણે સેમીફાઈનલમાં પહોંચનારી 4 ટીમનું નામ આપ્યું છે.
ભારત-પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચશે
ઓસ્ટ્રેલિયાઈ ટીમ તરફથી વનડે વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા ગ્લેન મેકગ્રાએ સેમીફાઈનલ માટે 4 ટીમ પસંદ કરી છે. જેમાં મેજબાન ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ઉલ્લેખનીય છે કે, વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં ગ્લેન મેકગ્રાના નામે સૌથી વધુ વિકેટ પ્રાપ્ત કરવાનો રેકોર્ડ છે.
ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં પહોંચશે
ગ્લેન મેકગ્રાએ કહ્યું કે, હું 4 ટીમમાં ઓસ્ટ્રેલિયાને સામેલ કરૂં છું, તેમાં તમને આશ્ચર્ય થવું જોઈએ નહીં. ભારત પોતાના ઘરમાં રમશે. જેથી ભારત નોકઆઉટ રાઉન્ડ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ગત થોડા વર્ષોથી ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને પણ ક્રિકેટમાં સારૂં પ્રદર્શન કર્યું છે. જેથી વનડે વર્લ્ડકપ 2023માં આ 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે.