- ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ માટે BCCIની મુશ્કેલીમાં વધારો
- પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એન્ડી ફ્લાવરે હેડ કોચ બનવા કરી મનાઈ
- T-20 વિશ્વ કપ બાદ ટીમ ઈન્ડિયાના નવા કોચની થશે નિમણૂક
આગામી દિવસો યોજાનાર ICC T-20 વિશ્વ કપ 2024 પહેલા જ પૂર્વ ક્રિકેટરે ભારતીય ટીમના હેડ કોટ બનવાની મનાઈ કરી દીધી છે. આ પાછળનું કારણ ફ્રેન્ચાઈઝીને ટાઈમ આપવાનું ક્રિકેટર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના લીધે BCCIના ટેન્શનમાં વધારો થવા પામ્યો છે.
ટીમ ઈન્ડિયાના હેડ કોચનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે
ICC ટી-20 વિશ્વ કપ 2024ને થૌડા દિવસો બાકી રહ્યા છે. ટી-20 વિશ્વ કપ પુરો થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાલ પૂરો થવા લઈ રહ્યો છે.જેને લઈ BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચની તપાસ કરી રહી છે. BCCIના સચિવ જય શાહે જણાવ્યું કે, જો રાહુલ દ્રવિડ ફરીથી હેડ કોચ બનવા માટે આવદેન કરી શકે છે. પરંતુ આ અંગે રાહુલ દ્રવિડ દ્વારા સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. જેને લઈ BCCIની મુશ્કેલીમાં વધારો થયો છે.
પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે હેડ કોચ બનાવા અંગે શું કહ્યુ?
ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ અંગે વધુ જાણકારી મળી રહી છે. ભારતીય ટીમના હેડ કોચ માટે RCBના કોચ એન્ડી ફ્લાવરને પણ બનાવવામાં આવી શકે છે, પરંતુ RCBની હાર બાદ ઈંગ્લેડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એન્ડી ફ્લાવરે ભારતીય ટીમના હેડ કોચ બનવા મનાઈ કરી દીધી છે. તેમણે કહ્યું કે, તેઓ તેમનો સમય ફ્રેન્ચાઈઝીને આપવા માંગે છે, આ કારણથી તેમણે ભારતીય ટીમના હેડ કોચ બનવા માટે આવેદન કર્યુ નથી અને કરશે પણ નહી. જેના કારણે BCCIનો એક ઓપ્શન ઓછો થતા મુશ્કેલીઓ વધી છે. જોકે હાલ પણ BCCI પાસે કોલકતા નાઈટ રાઈડર્સના હેડ કોચ ગૌતમ ગંભીર, CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ, લખનઉ સુપર જોઈન્ટના હેડ કોચ જસ્ટિન લેંગર અને મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધનનો પણ વિકલ્પ છે.
ભારતની ટીમ વિશ્વ કપની વિજેતા થવા દાવેદાર
ICC T-20 વિશ્વ કપ 2024 આગામી 2 જૂનથી શરૂ થશે. વિશ્વ કપ માટે મોટાભાગની ટીમોએ પોતાની ટીમના ખેલાડીઓને જાહેર કરી દીધા છે અને તમામ ટીમો વિશ્વ કપમાં તૈયાર છે. માત્ર પાકિસ્તાન જ એક એવી ટીમ છે, જેમણે ટીમના ખેલાડીઓની જાહેરાત કરી નથી. ભારતીય ટીમ 5 જૂનના રોજ પહેલો મેચ આયરલેન્ડ સામે રમશે અને ત્યાર બાદ 9 જૂનના રોજ પાકિસ્તાર સામે રમશે. ભારતીય ટીમ વિશ્વ કપ જીતવા માટે મજબૂત દાવેદાર છે.