- ફ્રાન્સના સુપરસ્ટાર ખેલાડી કીલિયન એમ્બાપ્પેની પ્રેમ કહાની
- ટ્રાન્સજેન્ડર મોડલ ઈનેસ રાઉ સાથે તેના સંબંધોની ચર્ચા
- રાઉ પ્લેબોય કવર પર ચમકનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ
32 વર્ષીય ઈન્સ રાઉનો જન્મ છોકરા તરીકે થયો હતો અને તેનું નામ મારિયો હતું, પરંતુ 16 વર્ષની ઉંમરે તેણે છોકરામાંથી છોકરી બનવા માટે સર્જરી કરાવી હતી. તે હાલ જ સમાપ્ત થયેલ FIFA વર્લ્ડ કપની રનર્સઅપ ટીમ ફ્રાન્સની ટીમના સુપરસ્ટાર ખેલાડી કીલિયન એમ્બાપ્પે સાથે રિલેશનશિપમાં છે.
એમબાપ્પે ટ્રાન્સજેન્ડર મોડલના પ્રેમમાં
ફ્રાન્સના સુપરસ્ટાર કિલિયન એમબાપ્પે FIFA વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિના સામે હેટ્રિક ગોલ કર્યા હતા. જો કે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો, પરંતુ તે મહત્તમ 8 ગોલ કરીને ગોલ્ડન બૂટ જીતવામાં સફળ રહ્યો હતો. એમ્બાપ્પે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ફેમસ છે. આ સાથે તેની અંગત જિંદગી અને ટ્રાન્સજેન્ડર મોડલ ઈનેસ રાઉ સાથેના તેના સંબંધોની પણ ચર્ચા શરૂ થઈ હતી.

ટ્રાન્સજેન્ડર મોડલ અને એમ્બાપ્પેનો રોમાન્સ
વાસ્તવમાં રાઉ પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ છે જે પ્લેબોય કવર પર દેખાય છે. ફ્રેન્ચ મીડિયાના અહેવાલ મુજબ, એમ્બાપ્પે રાઉને ડેટ કરી રહ્યો છે.
એમ્બાપ્પે-રાઉના ફોટો વાયરલ
એમ્બાપ્પે અને રાઉ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. થોડા સમય પહેલા બંને એક યાટ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા, જ્યાં એમ્બાપ્પે તેમને ખોળામાં લઈ જતા એક ફોટો વાયરલ થયો હતો.

16 વર્ષની ઉંમરે સર્જરી કરાવી
32 વર્ષીય રાઉનો જન્મ છોકરા તરીકે થયો હતો અને તેનું નામ મારિયો હતું, પરંતુ 16 વર્ષની ઉંમરે તેણે છોકરામાંથી છોકરી બનવા માટે સર્જરી કરાવી હતી.
પ્લેબોય કવર પેજ પર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા
નવેમ્બર 2017 માં પ્લેબોયના કવર પેજ પર દેખાયા પછી રાઉને પ્રસિદ્ધિ મળી. તે મેન્સ મેગેઝિન પર દેખાતી પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બની હતી.