ગૌતમ ગંભીર અને અજીત અગરકરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

ગંભીરની પહેલી પ્રેસ કોન્ફરન્સથી ઘણા મોટા મુદ્દા સામે આવ્યા છે

આ દરમિયાન ગંભીરે ઘણા ખેલાડીઓ વિશે વાત કરી

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરની સાથે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હાજર હતા. ગંભીરે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમ ઈન્ડિયાની પસંદગી બાદ ઉઠાવવામાં આવતા તમામ સવાલોના જવાબ આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગંભીરે ઘણા ખેલાડીઓ પર ફોકસ કર્યું હતું. ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સના 5 મોટા મુદ્દા.

1. શું રોહિત-વિરાટ વર્લ્ડ કપ 2027 રમશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપ 2024 પછી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જે બાદ ફેન્સના મનમાં સવાલ ઉઠી રહ્યો હતો કે રોહિત અને વિરાટ ક્યાં સુધી વનડે ક્રિકેટ રમતા રહેશે. આ સિવાય શું આ બંને ખેલાડીઓ વર્લ્ડકપ 2027 રમી શકશે? આને લઈને ગંભીરે કહ્યું કે જો રોહિત અને વિરાટની ફિટનેસ સારી રહેશે તો બંને ચોક્કસપણે વર્લ્ડકપ 2027 રમશે.

 

2. સૂર્યા વનડેમાં કેમ નથી?

સૂર્યકુમાર યાદવને ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ સૂર્યાને વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સૂર્યકુમાર યાદવ ટી20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે, તેથી ગંભીર ઈચ્છે છે કે તેનું ધ્યાન હાલમાં ટી20 ક્રિકેટ પર કેન્દ્રિત કરે.

3. જાડેજાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી

ગૌતમ ગંભીરે કહ્યું કે રવિન્દ્ર જાડેડા એક મહત્વપૂર્ણ ખેલાડી છે, આ ટૂંકી સિરીઝ માટે જાડેજા અને અક્ષરને સાથે લાવી શકાયા નથી. ટીમ ઈન્ડિયાને ભવિષ્યમાં ઘણી ટેસ્ટ મેચ રમવાની છે, જેના માટે જાડેજા તૈયાર છે. જાડેજાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ન હતો.

4. હાર્દિકની ફિટનેસ

ગૌતમ ગંભીરે કહ્યું કે શરૂઆતથી જ હાર્દિક પંડ્યા માટે ફિટનેસ એક મોટો પડકાર રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે આગળ જતાં તેનું પ્રદર્શન અપેક્ષા કરતાં વધુ સારું રહેશે. અત્યારે અમને એવો કેપ્ટન જોઈતો હતો જે દરેક પરિસ્થિતિમાં હાજર રહી શકે.

 

5. શમી ક્યારે પરત ફરશે?

વનડે વર્લ્ડકપ 2023માં ધૂમ મચાવનાર ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમની બહાર છે. જે બાદ તેના પરત ફરવા પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. આને લઈને ગૌતમ ગંભીરે કહ્યું કે હાલમાં ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે જ્યારે શમીએ બોલિંગ શરૂ કરી દીધી છે. જે ટીમ માટે સારો સંકેત છે. અમારો ઉદ્દેશ્ય એ હતો કે શમી 19 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સાથેની પહેલી ટેસ્ટ મેચમાં પરત ફરે, પરંતુ અમારે એનસીએ સાથે ચર્ચા કરવી પડશે.

  • Follow us on: