- T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન
- PCBએ ખેલાડીઓને NOC આપવાનો ઇનકાર કર્યો
- ખેલાડીઓના વર્ક લોડને ધ્યાનમાં રાખીને કર્યો ઈન્કાર
T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. થોડા દિવસો પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ફાસ્ટ બોલર નસીમ શાહને ધ હન્ડ્રેડ લીગમાં ભાગ લેવા માટે NOC આપવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હવે કેપ્ટન બાબર આઝમ, શાહીન આફ્રિદી અને અન્ય ખેલાડીઓ અંગે પણ આવો જ નિર્ણય લીધો છે. આ ખેલાડીઓને આગામી ગ્લોબલ T20 લીગમાં રમવા માટે NOCની જરૂર હતી, પરંતુ બોર્ડે ઇનકાર કર્યો હતો.
બોર્ડ દ્વારા જારી કરાયેલ નિવેદન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મીડિયાને જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રીય પસંદગી સમિતિ સાથે વાત કર્યા બાદ ખેલાડીઓને NOC ના આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદી સિવાય અન્ય ખેલાડીઓ પાસેથી એનઓસી આપવા માટે વિનંતીઓ મળી હતી, જેથી આ ખેલાડીઓ ગ્લોબલ ટી20 લીગમાં રમી શકે.
આગામી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સમયપત્રકને ધ્યાનમાં રાખીને અમે NOC ના આપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને ઓગસ્ટ 2024 થી માર્ચ 2025 સુધી 9 ટેસ્ટ મેચ રમવાની છે. આ સિવાય તેણે આવતા વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભાગ લેવાનો છે.
જાણો પાકિસ્તાનનું શેડ્યુલ
9 ટેસ્ટ મેચો સિવાય પાકિસ્તાને આવતા વર્ષે માર્ચ સુધી 14 વનડે અને 9 T20 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં બોર્ડ ખેલાડીઓના વર્ક લોડને મેનેજ કરવા માંગે છે. આ કારણોસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગ્લોબલ ટી20 લીગમાં ભાગ લેવા માટે મોહમ્મદ આમિર, મોહમ્મદ નવાઝ, ઈફ્તિખાર અહેમદ અને આસિફ અલીને NOC આપી છે.
ટીમને ટીકાનો સામનો કરવો પડે છે
T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ટીમને ભારત અને યુએસએ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. જે બાદ ખેલાડીઓને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.